<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

પંચમહાલના હાલોલના ચાપરા ગામમાં કરંટ લાગતા યુવકનું કરુણ મોત

વીજ થાંભલાનો કરંટ નજીકમાં બનાવવામાં આવેલા પતરાના શેડમાં ઉતરી જતાં યુવક તેના સંપર્કમાં આવ્યો

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચાપરા ગામમાં કરંટ લાગવાની દુર્ઘટનામાં એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વીજ થાંભલાનો કરંટ નજીકમાં બનાવવામાં આવેલા પતરાના શેડમાં ઉતરી જતાં યુવક તેના સંપર્કમાં આવ્યો હતો. કરંટ લાગતાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હાલોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં હાલોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

(6:18 PM IST)