<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સુરતના કોસંબા નજીક નહેરમાં ડૂબી જવાથી ત્રણ બહેનોના એકના એક ભાઈનું કરૂણમોત

મૃતક તેના મિત્રો સાથે નહેરમાં નહાવા ગયો હતો અને પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો :સતત 30 કલાકની જહેમત બાદ મળ્યો મૃતદેહ : પરિવારમાં કરુણકલ્પાંત

સુરત જિલ્લાના કોસંબા નજીક એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. ત્રણ બહેનો વચ્ચે એકના એક ભાઈ એવા ગણેશ વસાવાનું નહેરમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ગણેશ તેના મિત્રો સાથે નહેરમાં ન્હાવા માટે પડ્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 4 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. સતત 30 કલાકની જહેમત બાદ નહેરમાંથી ગણેશનો મૃતદેહ મળ્યો હતો કોસંબા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. એકના એક ભાઈના મોતના સમાચારથી ત્રણેય બહેનો પર આભ ફાટ્યું છે અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુવક તેના મિત્રો સાથે નાહવા માટે કોસંબા નજીક આવેલી કેનાલમાં ગયો હતો. ત્યારે અચાનક પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાઈ જતા મોત નિપજ્યું હતુ. યુવકનું મોત થતા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો હતો. મળતી માહિતી અનુસાર 3 બહેન વચ્ચે એકનો એક ભાઈ હતો. જેનું અકાળે મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ લગભગ 30 કલાક બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો.

(11:07 AM IST)