તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
પ્રેમ લગ્નનો કરૂણઅંત: અમદાવાદના નહેરુનગરમાં પીજીમાં રહેતી ગ્રીષ્મા પરમારે બીજા માળેથી કૂદીને આપઘાત કર્યો
સૂરજ પરમાર સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ પતિ ચારિત્ર્યની શંકા રાખી અવારનવાર માર મારતો: ત્રાસથી કંટાળી યુવતીએ અંતિમ પગલું ભરતા એલિસબ્રિજ પોલીસે પતિ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદ: શહેરના નહેરુનગર વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં 19 વર્ષીય યુવતીના આપઘાત મામલે એક નવો વળાંક આવ્યો છે. આ ચકચારી ઘટના અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મૃતક યુવતીના પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી છે. લગ્નજીવનમાં મળતા માનસિક અને શારીરિક ત્રાસના કારણે યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી વિગતો અનુસાર, 19 વર્ષીય ગ્રીષ્મા પરમાર નામની યુવતી નહેરુનગર વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ - પીજી માં રહેતી હતી. આ સમયગાળા દરમિયાન તેને સૂરજ પરમાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ પરિપક્વ થતાં ગ્રીષ્મા પરમાર અને સૂરજ પરમારે કાયદાકીય રીતે કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે, પ્રેમ લગ્ન બાદ ગ્રીષ્માનું સંસારજીવન લાંબુ સુખમય રહ્યું નહોતું અને ટૂંક સમયમાં જ વિખવાદ શરૂ થઈ ગયો હતો.
પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ, લગ્ન પછી તરત જ પતિ સૂરજ પરમાર પોતાની પત્ની ગ્રીષ્માના ચારિત્ર્ય પર અવારનવાર શંકા કરતો હતો. આ શંકાના વહેમમાં તે ગ્રીષ્માને અસહ્ય માનસિક ત્રાસ આપતો હતો અને નાની-નાની બાબતોમાં ક્રૂરતાપૂર્વક માર મારતો હતો. પતિના આ રોજબરોજના શારીરિક-માનસિક ત્રાસ અને ઝઘડાઓથી કંટાળીને આખરે ગ્રીષ્મા પરમારે એપાર્ટમેન્ટના બીજા માળેથી નીચે પડતું મૂકીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.
આ ઘટનાની જાણ થતાં જ એલિસબ્રિજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ સૂરજ પરમાર સામે પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ એટલે કે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની સઘન તપાસ હાથ ધરી છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
