તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 2nd November 2026
SPIPA અમદાવાદ ખાતે જનગણના-2027 માટે માસ્ટર ટ્રેનરોની અંતિમ બેચની તાલીમ શરૂ : ગુજરાત અને DNH-DD ના 92 માસ્ટર ટ્રેનરોને તાલીમ અપાશે
વસ્તી ગણતરીમાં 40 પ્રશ્નો અને સ્વ-ગણતરી પર ભાર: જનગણના નિયામક સુજલ મયાત્રા : જનગણના નિર્દેશાલયના પાંચ નેશનલ ટ્રેનરો દ્વારા તાલીમ સત્રો

અમદાવાદ તા.૨ : જનગણના 2027ના બીજા તબક્કા માટે અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે માસ્ટર ટ્રેનરોની તાલીમની ત્રીજી અને અંતિમ બેચનો આજથી પ્રારંભ થયો છે.
સમગ્ર તાલીમ કાર્યક્રમને ત્રણ બેચમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ બે બેચ 27 થી 30 ઓક્ટોબર દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે અંતિમ બેચની તાલીમ *2 થી 5 નવેમ્બર દરમિયાન યોજાશે.
આ તાલીમનો ઉદ્દેશ ગુજરાત રાજ્ય અને દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ સંઘ પ્રદેશના કુલ 92 માસ્ટર ટ્રેનરોને સજ્જ કરવાનો છે.
જનગણના કાર્ય નિર્દેશાલય, ગુજરાતના નિયામક સુજલ જે. મયાત્રાએ 4 દિવસીય મોડ્યુલનું ઉદ્ઘાટન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે માસ્ટર ટ્રેનરોનું નેતૃત્વ ફિલ્ડ ડેટાની ગુણવત્તા પર સીધી અસર કરે છે. વસ્તી ગણતરીના તબક્કા દરમિયાન *40 પ્રશ્નો પૂછવાના હોવાથી તેમણે *સ્વ-ગણતરી (Self-enumeration)'* માં જાહેર જનતાની મહત્તમ ભાગીદારી પર ભાર મૂક્યો હતો, જેથી ફિલ્ડ ગણતરીદારો પરનો ભાર ઘટે અને ડેટાની ચોકસાઈ વધે.
તાલીમ સત્રો જનગણના નિર્દેશાલયના પાંચ નેશનલ ટ્રેનરો દ્વારા અપાઈ રહ્યા છે સંયુક્ત નિયામક ભારતી ઠાકરે
- સંયુક્ત નિયામક ડૉ. સંચિતા સરકારનાયબ નિયામક શ્રી મનોજ ભગોરાનાયબ નિયામક અશોક રાણાનાયબ નિયામક નીલિમા ચૌરસિયા
આ અંતિમ બેચ સાથે તાલીમ કાર્ય પૂર્ણ થશે અને ત્યારબાદ આ માસ્ટર ટ્રેનરો સમગ્ર પ્રદેશમાં ફિલ્ડ કર્મચારીઓને તાલીમ આપશે, જેનાથી જનગણના પ્રક્રિયા સુચારુ અને પ્રમાણિત રીતે હાથ ધરાશે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
