તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે ૨૧ ઓક્ટોબરથી બદલી કેમ્પ
વધ પરત અને જિલ્લા આંતરિક બદલીનો કાર્યક્રમ જાહેર, સૌપ્રથમ વધ બદલી કેમ્પ ૨૧મીએ યોજાશે : ૨૨ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર દરમિયાન બે તબક્કામાં જિલ્લા આંતરિક બદલી કેમ્પનું આયોજન થશે - ઓનલાઈન પોર્ટલ પર જગ્યાઓ અપલોડ કરવા તમામ DPEO અને શાસનાધિકારીઓને આદેશ

અમદાવાદ,તા.૧૯: ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકો અને પ્રાથમિક શિક્ષકો માટે પરિપત્ર જાહેર કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકના આદેશથી ‘વધ પરત બદલી કેમ્પ' તેમજ ‘જિલ્લા આંતરિક (ઓનલાઈન) બદલી કેમ્પ'નું આયોજન કરવા જરૂરી સૂચના અને સમયપત્રક જારી કરાયું છે. જેમાં વધ પરત બદલી કેમ્પ ૨૧ ઓક્ટોબરથી શરૂ થશે અને જિલ્લા આંતરિક બદલી કેમ્પ ૨૨ ઓક્ટોબરથી શરૂ થશે અને ૨૧ નવેમ્બર સુધી ચાલશે.
બદલી કેમ્પના આયોજન અંગે કાર્યક્રમમાં વધ પરત બદલી કેમ્પ ૨૧ ઓક્ટોબરે યોજાશે. જ્યારે જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઈન) - પ્રથમ તબક્કો ૨૨ ઓક્ટોબરથી ૨ નવેમ્બર દરમિયાન યોજાશે. ઉપરાંત, જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઈન) - સામાન્ય તબક્કો ૩ નવેમ્બરથી ૨૧ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજવાનું આયોજન કરાયું છે. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ વયનિવૃત્ત થનારા શિક્ષકોથી ખાલી પડનારી જગ્યાઓને પણ આ બદલી પ્રક્રિયામાં ધ્યાને લેવાશે. ઝભ્ચ્બ્ અને શાસનાધિકારીઓએ નિયત પોર્ટલ પર લોગઇન કરીને પોતાના તાબા હેઠળની તમામ ચોખ્ખી ખાલી જગ્યાઓ વિભાગ અને વિષયવાર અપલોડ કરવાની રહેશે. આ વિગતો ૨૩ ઓક્ટોબરના રોજ શિક્ષણ નિયામકની કચેરીને મોકલી આપવાની રહેશે. પોર્ટલ પર જગ્યાઓ અપલોડ કર્યા બાદ તેમાં કોઈપણ સંજોગોમાં વિભાગ કે જગ્યાનો પ્રકાર બદલી શકાશે નહીં. જો ખોટો ડાયસકોડ અથવા ભૂલભરેલી જગ્યા અપલોડ કરવાને લીધે કાયદાકીય કે વહીવટી પ્રશ્ન ઊભો થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ઝભ્ચ્બ્ અથવા શાસનાધિકારીની રહેશે.
BRC, CRC કે URC જેવી અન્ય પ્રતિનિયુક્તિના કારણે ખાલી પડેલી જગ્યાઓ સામે પોર્ટલ પર તેની સ્પષ્ટ નોંધ દર્શાવવાની રહેશે. ઓનલાઈન બદલી કેમ્પમાં શિક્ષકો પોતાની સ્વેચ્છાએ અને સમજી-વિચારીને શાળાની પસંદગી કરતા હોય છે. આથી, એકવાર ઓનલાઈન બદલીનો હુકમ થઈ ગયા બાદ કોઈપણ સંજોગોમાં તેને રદ કરી શકાશે નહીં. જે જગ્યાઓ અંગે હાઈકોર્ટ દ્વારા વચગાળાનો મનાઈહુકમ આપેલો હોય, તેવી જગ્યાઓ પર હાઈકોર્ટના આદેશાનુસાર કાર્યવાહી કરવાની રહેશે.
પ્રાથમિક શિક્ષકો માટે બદલી કેમ્પનો કાર્યક્રમ ૧. વધ પરત કેમ્પ ૨૧ ઓક્ટોબરના રોજ યોજાશે ૨. જિલ્લા આંતરિક બદલી કેમ્પ - પ્રથમ તબક્કો
ખાલી જગ્યાઓની વિગતો ૨૨ ઓક્ટોબરે પોર્ટલ પર અપલોડ કરાશે
અપલોડ કરેલી ખાલી જગ્યાઓનું ૨૩ ઓક્ટોબરે વેરિફિકેશન થશે
શિક્ષકો દ્વારા ૨૪ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
તાલુકા કક્ષાએ ૨૫ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર અરજીની ચકાસણી થશે
જિલ્લા કક્ષાએ ૨૭ ઓક્ટોબરથી ૨૮ ઓક્ટોબર સુધી અરજીની ચકાસણી થશે. રાજ્ય કક્ષાએ ૩૦ ઓક્ટોબરના રોજ આખરી વેરિફિકેશન થશે. બદલી ઓર્ડર ૨ નવેમ્બરના રોજ ઇશ્યૂ કરાશે ૩. જિલ્લા આંતરિક બદલી - જનરલ કેમ્પ
ખાલી જગ્યાઓની વિગતો ૩ નવેમ્બરે પોર્ટલ પર અપલોડ કરાશે. અપલોડ કરેલી ખાલી જગ્યાઓનું ૪ નવેમ્બરે વેરિફિકેશન થશે. શિક્ષકો દ્વારા ૫ નવેમ્બરથી ૬ નવેમ્બર સુધી બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તાલુકા કક્ષાએ ૧૬ નવેમ્બરથી ૧૭ નવેમ્બર સુધી અરજીની ચકાસણી થશે. જિલ્લા કક્ષાએ ૧૮ નવેમ્બરથી ૧૯ નવેમ્બર સુધી અરજીની ચકાસણી થશે. રાજ્ય કક્ષાએ ૨૦ નવેમ્બરના રોજ આખરી વેરિફિકેશન થશે. બદલી ઓર્ડર ૨૧ નવેમ્બરના રોજ ઇશ્યૂ કરાશે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
