હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આઇ.એ.એસ.કક્ષાના અધિકારીઓની બદલી

ગાંધીનગર, તા.૧૯: ગુજરાત સરકારે આરોગ્ય, મહેસૂલ અને નાણાં વિભાગમાં ફરજ બજાવતા વરિષ્ઠ સનદી અધિકારીઓની બદલી અને વધારાના ચાર્જ સોંપવાની જાહેરાત કરી છે.
ગ્રામ્ય આરોગ્ય કમિશનર અને નેશનલ હેલ્થ મિશનના મિશન ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૦૯ની બેચના આઈએએસ અધિકારી ડોક્ટર રતનકંવર એચ. ગઢવીચારણને ગાંધીનગર ખાતે ન્યુટ્રિશન મિશનના કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
સેટલમેન્ટ કમિશનર અને જમીન રેકોર્ડ નિયામક તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૦૯ની બેચના આઈએએસ અધિકારી બી. એ. શાહની બદલી કરી મહેસૂલ વિભાગમાં જમીન સુધારણા કમિશનર અને સરકારના એક્સ-ઓફિશિયો સચિવ તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે.
તેમની બદલીના કારણે ખાલી પડેલી જગ્યા પર આર્દ્રા અગ્રવાલને વધારાનો હવાલો સોંપાયો છે. તેઓ હાલમાં ગાંધીનગર સચિવાલય ખાતે સામાન્ય વહીવટ વિભાગના પ્લાનિંગ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા છે.
અરવિંદ વી. ને નાણાં વિભાગના બજેટ સેક્શનમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નવી જવાબદારીની સાથે જ તેમને અમદાવાદ ખાતે રાજ્ય વેરાના અધિક કમિશનરનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
