News of Wednesday, 11th November 2026
અમદાવાદથી ગાંધીનગર જવું વધુ સરળ અને ઝડપી બન્યું :ઈસ્કોન-સાણંદ એલિવેટેડ બ્રિજ શરૂ થતાં વાહનચાલકોનો સમય અને પેટ્રોલ બંને બચશે
અગાઉ આશરે 31 કિલોમીટરનું અંતર કાપવામાં દોઢ કલાક લાગતો હતો, જે હવે ઘટીને માત્ર 40થી 45 મિનિટ થયો

અમદાવાદથી ગાંધીનગર જવું હવે વધુ સરળ અને ઝડપી બન્યું છે. ઈસ્કોન-સાણંદ એલિવેટેડ બ્રિજ શરૂ થતાં વાહનચાલકોનો સમય અને પેટ્રોલ બંને બચશે. છેલ્લા ઘણા સમયથી બ્રિજનું કામ ચાલતું હોવાથી SG હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેના કારણે સરખેજથી ગાંધીનગર પહોંચવું મુશ્કેલ બન્યું હતું. જોકે, હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂ.460 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ એલિવેટેડ બ્રિજની ભેટ આપી છે.અગાઉ આશરે 31 કિલોમીટરનું અંતર કાપવામાં દોઢ કલાક લાગતો હતો, જે હવે ઘટીને માત્ર 40થી 45 મિનિટ થયો છે. બ્રિજ શરૂ થતાં અપડાઉન કરતા નાગરિકોને પણ મોટી રાહત મળશે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
