તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
નરેન્દ્રભાઈ મોદીના વડોદરા આગમનને લઈને જબરદસ્ત ઉત્સાહ: 'નમો ફોર વિકસિત ભારત' ઈવેન્ટ હાઉસફુલ
ટિકિટ બુકિંગ શરૂ થતાં જ માત્ર એક જ કલાકમાં તમામ ટિકિટો ઉપડી ગઈ; વડોદરાવાસીઓમાં વડાપ્રધાનને આવકારવા માટે અદ્ભુત ક્રેઝ

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી વડોદરા પ્રવાસને લઈને સંસ્કારી નગરી વડોદરાના નાગરિકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના વિશેષ કાર્યક્રમ 'નમો ફોર વિકસિત ભારત'ને લઈને લોકોમાં એટલો અદ્ભુત ક્રેઝ જોવા મળ્યો કે બુકિંગ શરૂ થયાના ગણતરીના સમયમાં જ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી.
માત્ર એક કલાકમાં શો 'હાઉસફુલ'
મળતી માહિતી મુજબ, વડોદરામાં આયોજિત 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમ માટે ટિકિટનું બુકિંગ ઓનલાઈન/ઓફલાઈન માધ્યમથી શરૂ કરવામાં આવ્યું હતું. બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ લોકોનો ધસારો જોવા મળ્યો હતો અને માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હતી.
વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વડોદરા વચ્ચે હંમેશાં એક વિશેષ સ્નેહસંબંધી રહ્યો છે. 'વિકસિત ભારત'ના સંકલ્પને વેગ આપવા માટે યોજાનારા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે યુવાનો અને સ્થાનિક નાગરિકોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. જે રીતે માત્ર એક જ કલાકમાં આખો કાર્યક્રમ 'હાઉસફુલ' થઈ ગયો, તે વડાપ્રધાનની લોકપ્રિયતા અને વડોદરાવાસીઓના ઉત્સાહની સાબિતી પૂરી પાડે છે.
હાલ તંત્ર અને આયોજકો દ્વારા વડાપ્રધાનના આગમન અને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવી દેવામાં આવી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
