<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

વડોદરાના લાખો મુસાફરોની મુશ્કેલી વધી :શહેરમાં દોડતી 160 સીટી બસ બંધ થઇ

સિટી બસ સેવા સંચાલિત કરતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો:એક્સટેન્શન ન આપતાં શહેરમાં દોડતી 160 સિટી બસો બંધ: હવે સમગ્ર શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા માત્ર 30 ઈ-બસ પર નિર્ભર

વડોદરાના લાખો મુસાફરો માટે આજે સવારથી મુશ્કેલીઓ વધી ગઈ છે. સિટી બસ સેવા સંચાલિત કરતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો  થતાં અને પાલિકાએ તેને એક્સટેન્શન ન આપતાં શહેરમાં દોડતી 160 સિટી બસો બંધ થઈ ગઈ છે. હવે સમગ્ર શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા માત્ર 30 ઈ-બસ પર નિર્ભર બની ગઈ છે.

વડોદરા શહેરમાં સ્થાનિક મુસાફરી માટે સૌથી મહત્વની ગણાતી સિટી બસ સેવા આજથી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. બસ સેવાનું સંચાલન કરતી વિનાયક લોજિસ્ટિક કંપનીનો કરાર 30 જૂનના રોજ પૂરો  થયો હતો. જોકે, કરાર પૂરો  થતાં પહેલાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેની મુદત લંબાવવા અથવા નવી કંપનીને જવાબદારી સોંપવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. પરિણામે આજે સવારથી શહેરના વિવિધ રૂટ પર દોડતી અંદાજે 160 બસોના પૈડાં થંભી ગયા છે. ડેપોમાં પાર્ક કરાયેલી બસોના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(1:48 PM IST)