તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
સુરેન્દ્રનગરના મૂળીમાં 13 લાખના ઇંગ્લિશ દારૂ પ્રકરણમાં દોઢ વર્ષથી ફરાર બે આરોપીઓ ઝડપાયા
દોઢ વર્ષથી ફરાર મુળી તાલુકાના ઉમરડા ગામના ખેંગાર મુંધવા અને પ્રવીણ વાટુકિયા ઝડપાયા,રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમે મૂળીના ઉમરડા ગામના પાટીયા પાસેથી ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગરના મૂળીમાં 13 લાખના ઇંગ્લિશ દારૂ પ્રકરણમાં દોઢ વર્ષથી ફરાર બે આરોપીઓ ઝડપાયા,દોઢ વર્ષથી ફરાર મુળી તાલુકાના ઉમરડા ગામના ખેંગાર મુંધવા અને પ્રવીણ વાટુકિયા ઝડપાયા,રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમે મૂળીના ઉમરડા ગામના પાટીયા પાસેથી ઝડપી પાડ્યા,રાજકોટ રેન્જની ટીમ દ્વારા બંને આરોપીઓને ઝડપી અને મૂળી પોલીસના હવાલે કરાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં ઇંગ્લિશ દારૂના કેસમાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે આ સફળતા મળી છે ,
પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેથી આ નેટવર્કમાં સામેલ અન્ય બુટલેગરો અને દારૂ સપ્લાય કરનારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
