News of Sunday, 25th October 2026
વડોદરાના સાવલીમાં હાલોલ રોડ પર કંબોલા ગામ પાસે કન્ટેનરની અડફેટે આવતા બે લોકોના મોત : એક ને ઈજા
કંબોલા ગામ નજીક કન્ટેનર ચાલકે રિવર્સ લેતી વખતે બાઈકને અડફેટે લીધી: ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

વડોદરાના સાવલીમાં હાલોલ રોડ પર કંબોલા ગામ પાસે ગત રાત્રે કન્ટેનરની અડફેટે આવતા બે લોકોના કરૂણમોત નિપજ્યા છે જયારે એકને ઇજા થઇ છે,
મળતી વિગત મુજબ બોલા ગામ નજીક કન્ટેનર ચાલકે રિવર્સ લેતી વખતે બાઈકને અડફેટે લીધી હતી આ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે જયારે એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, અકસ્માતની જાણ થતા 112 જનરક્ષકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અકસ્માત બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટ્યા હતા બે લોકોનાં મોતને પગલે સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવાયો હતો .
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
