<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

અમદાવાદમાં લાખો રૂપિયાનું હીરોઇન સાથે બે ડ્રગ્‍સ પેડલરો ઝડપાયા

પોલીસ નવરાત્રી બંદોબસ્‍તનો થાક ઉતારતી હશે, તેવો ભ્રમ અમદાવાદ પોલીસે ભાંગી નાખતા ડ્રગ્‍સ સિન્‍ડિકેટ ફફળી ઉઠી નો ડ્રગ્‍સ ઈન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું અભિયાન ટોપ ગીયરમાં: સેંક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી જીતેન્‍દ્ર અગ્રવાલ, એસીપી આર. ડી. ઓઝાના માર્ગદર્શનમાં બાપુનગર pi વિરલ ગઢવીના નેતળત્‍વ હેઠળના સ્‍ટાફની કાબિલેદાદ કામગીરી

રાજકોટ તા.૨૨: નો વોન્‍ટેડ ઈન અમદાવાદ ક્રાઈમ ઓર અધર સ્‍ટેટ, લુખ્‍ખાઓ તડીપાર, પાસામાં જેવા અભિયાન સાથે નો ડ્રગ્‍સ ઈન અમદાવાદ જેવા લોકોના સહયોગથી ચાલતા અભિયાનમાં લાખો રૂપિયાના હીરોઈન પકડવામાં સેકટર ૨ વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી જીતેન્‍દ્ર અગ્રવાલ અને એસીપી આર. ડી. ઓઝાના માર્ગદર્શનમાં બાપુનગર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વી. કે. ગઢવી અને ટીમને સફળતા મળી છે.

જે સુચના આધારે બાપુનગર પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર વી.કે.ગઢવી નાઓએ બાપુનગર પોલીસ સ્‍ટેશન એન.ડી.પી.એસ સ્‍ક્‍વોડ/સર્વેલન્‍સ સ્‍કોડ ની ટીમને આવા પ્રકારના ગુનાઓ શોધી કાઢવા સારૂ સતત કાર્યરત રહેવા સુચના કરેલ તે દરમ્‍યાન ટીમને નાર્કોટીક્‍સ પદાર્થ એમ.ડી.ડ્રગ્‍સ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે, બાપુનગર વિસ્‍તારમાં NDPS Act ની SOP મુજબ નિયત કાનૂની પ્રક્રિયા હાથ ધરી રેઈડ કરવામાં આવેલ.

રેઈડ દરમ્‍યાન પોલીસ ટીમની સફળ કામગીરીઃ  સ્‍ટાફના માણસો સાથે બાપુનગર લલ્લુ રત્‍નાના છાપરા સામે, સોનેરીયા બ્‍લોક આગળ જાહેર રોડ પર આયોજીત રેઈડ કરી આરોપી (૧) રોહિત ભેરુસિંગ રાજપુત ઉ.વ.૨૮ રહે.જે-૪૦૮,સોનેરીયા બ્‍લોક,બાપુનગર અમદાવાદ શહેર મૂળ વતન આઝાદનગર, પાણીની ટાંકી પાસે, કિશનગઢ જી.અજમેર (રાજસ્‍થાન) તથા (૨) આનંદ સોમાભાઈ પ્રજાપતિ ઉ.વ ૩૭ રહે.જે-૪૦૮,સોનેરીયા બ્‍લોક,બાપુનગર અમદાવાદ શહેર નાઓને નીચે મુજબના ગેરકાયદેસર હેરોઈનનો જથ્‍થો તથા બે મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા તેમજ બર્મીઝ સાથે ઝડપી પાડવામાં આવેલ.

ગેરકાયદેસર હેરોઈનનો જથ્‍થોઃ હેરોઈનનો કુલ્લે જથ્‍થો ૧૨૪.૧૧ ગ્રામ જેની કિં.૩,૨૪,૮૨,૨૦૦/-, બે મોબાઈલ ફોન : કિંમત રૂ.૧૫,૦૦૦/-, રોકડ રકમઃ રૂ.૫૪૦૦/, બર્મીઝ ટુવ્‍હીલરઃ કિ.રૂ. ૭૦,૦૦૦/-, કુલ જપ્ત મુદ્દામાલઃ રૂ.૩,૨૫,૦૪,૬૦૦/-નો સમાવેશ થાય છે.

પકડવાના બાકી આરોપીઓઃ (૧) નાનુ ઉર્ફે ભાવેશ નટવરસાઇ પથરી તથા ટીનાબેન પપ્‍પુભાઇ પથરણી રહે. સોનેરીયા બ્‍લોકની પાસેના છાપરા, બાપુનગર અમદાવાદ શહેર તથા પોલીસ તપાસમાં મળી આવે તે તમામની શોધખોળ ચાલુ રખાઇ છે

(3:57 PM IST)