તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 2nd November 2026
હોટલના રૂમમાં ઘુસી, મહિલાઓના વિડિઓ ઉતારી ૫ લાખની બે બોગસ પત્રકારો સામે ફરિયાદ થતા તપાસનો ધમધમાટ
સુરતમાં ૧૦૦ થી વધુ કહેવાતા પત્રકારો વિરુદ્ધ ગુન્હા દાખલ કરાવવાના પગલે અનુપમસિંહ ગેહલોતે હવે અમદાવાદમાં પણ ઝુંબેશ શરુ કરાવતા સન્નાટો જોઈન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં, ડીસીપી અજિત રાજિયાણના નેતળત્વમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચ PI એમ.એ. આંબલીયા, PI એન.બી. કલાસરીયા અને સ્ટાફનો સપાટો

રાજકોટ તા.૨: પત્રકાર તરીકે ખોટી ઓળખ આપી એનકેન પ્રકારે અરજીઓ કરી દબાણ લાવી ખંડણી ઉઘરાવી સમગ્ર પત્રકારત્વ જગતને બદનામ કરતા તત્વો વિરુદ્ધ નિષ્ઠાવાન પત્રકારોની રજૂઆતના આધારે સુરતમાં ૧૦૦ જેટલા કહેવાતા પત્રકારો સામે SOGના DCP રાજદીપસિંહ નકુમ અને PI અતુલ સોનારા દ્વારા ગુના દાખલ કરાવી તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી કરાવી હતી, ત્યારબાદ અમદાવાદમાં આવી વધતી ફરિયાદો સામે આકરા પગલાં ભરવા CP અનુપમસિંહ ગેહલોત દ્વારા સૂચના આપવામાં આવી છે.
સુરતમાં આવી કાર્યવાહીનો અનુભવ ધરાવતા જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ અમદાવાદ શરદ સિંઘલના માર્ગદર્શનમાં અને DCP અજિત રાજિયાણના નેતળત્વમાં PI એમ.એ. આંબલીયા, PI એન.બી. કલાસરીયા અને સ્ટાફ દ્વારા મહિલા સેલે એક મોટા ખંડણી અને ઉત્પીડન રેકેટ અંગે કડક તપાસ શરૂ કરી છે, જેમાં ખંડણીખોર શુભમ શાહ, સંકેત પ્રજાપતિ અને તેના સાથીદારો હોટેલના રૂમમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને મહિલાઓનો ખાનગી વીડિયો છુપી રીતે શૂટ કરી, વાયરલ કરવાની ધમકી આપી રૂા.૫ લાખની માંગણી કરી હતી.આરોપી શુભમ શાહ અને સંકેત પ્રજાપતિ તેમજ તેમનો સાથીદાર અગાઉના ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ છે, જેમની સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (ખંડણી, ૨૦૨૩) અને સેટેલાઇટ પોલીસ સ્ટેશન (છેડતી), મહુવા ભાવનગર ખાતે કેસ નોંધાયેલા છે. STAR NEWS 7 ના બેનર હેઠળ ચાલતી ગેરકાયદેસર પ્રવળત્તિઓ અંગેની અગાઉની ફરિયાદોની પણ તપાસ કરવામાં આવી રહી છે
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
