<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ખેરાલુમાં ઇન્દિરાનગર વિસ્તારમાં બાળકોની બબાલમાં બે કોમના જૂથો વચ્ચે એકબીજા પર આડેધડ પથ્થરમારો

પથ્થરમારાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ

મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં બે કોમના જૂથો વચ્ચે હિંસક બબાલ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, નાના છોકરાઓ વચ્ચે રમવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા. મામલો એટલો બિચક્યો હતો કે બંને જૂથો દ્વારા એકબીજા પર આડેધડ પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

(11:42 PM IST)