<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

સુરત સચિન GIDC વિસ્તારમાં પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત

ખાડો છઠ પૂજાના આયોજન માટે ખોદવામાં આવ્યો હતો, જેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું.

સુરતના સચિન GIDC વિસ્તારમાં એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મહાવીર સોસાયટી નજીક પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત નીપજ્યા છે.

   પ્રાપ્ત વિગતો અનુસાર, આ બંને બાળકોની ઉંમર 7 થી 8 વર્ષની હતી અને તેઓ રમતા-રમતા અચાનક પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા. આ ખાડો છઠ પૂજાના આયોજન માટે ખોદવામાં આવ્યો હતો, જેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. આ ગમગીન ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

(9:17 PM IST)