<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

નર્મદા જિલ્લામાં ઝેરી દવા પીનાર અને સાપે ડંખ મારનાર બે નું સારવાર દરમિયાન મોત

બંને બનાવ માં તિલકવાડા અને રાજપીપળા પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં બનેલા બે બનાવ માંએકે ઝેરી દવા પીધી જ્યારે એક ને સાપ કરડતા બંને ના સારવાર દરમિયાન મોત થયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર મરનાર બચુભાઇ ચિમનભાઇ તડવી( ઉં.વ.૬૦) ( રહે.નાનાવોરા તા.તિલકવાડા જી.નર્મદા) નાઓ ગઇ તા.૨૬/૦૬/૨૦૨૬ ના કલાક ૦૫/૪૫ વાગે પોતાના ઘરે હાજર હતા તે વખતે તેમની જમીનમાં બીજાના નામો ચઢી ગયેલ હોય જેથી તેમને મનમાં લાગી આવતા દવા પી જતા પ્રથમ સારવાર તિલકવાડા સરકારી દવાખાનામાં કરાવી વધુ સારવાર માટે રાજપીપલા સરકારી દવાખાનામાં લઈ જતા સારવાર દરમ્યાન તા.૨૮/૦૬/૨૦૨૬ ના કલાક ૦૭/૪૫ વાગે ફરજ પરના ડોકટર એ મૃત જાહેર કર્યા હતા.
   જ્યારે બીજા બનાવ માં મરનાર જીગ્નેશભાઇ દિનેશભાઇ (ઉ.વ.૨૩) ધંધો-મજુરી (રહે-કલીમકવાણા, કનારાફળીયુ તા-ગરુડેશ્વર જી-નર્મદા) નાઓ ગઈ તા.૨૬/૦૬/૨૦૨૬ના રોજ કલીકવાણા ગામે આવેલ કેળાના ખેતરમાં મજુરીકામ કરતા હતા તે દરમ્યાન આશરે સવાના કલાક ૦૯/૩૦ વાગ્યાના અરસામાં ડાબા પગે ઝેરી સાપ કરડી જતા સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પીટલમાં પ્રથમ સારવાર કરી વધુ સારવાર માટે તા.૨૬/૦૬/૨૦૨૬ના રોજ વડોદરા એસ.એસ.જી હોસ્પીટલમાં રિફર કરતા સારવાર દરમ્યાન તા.૨૮/૦૬/૨૦૨૬ના કલાક ૧૪/૩૦ વાગે મોત નીપજ્યું હતું. ઉપરોક્ત બંને બનાવ માં તિલકવાડા અને રાજપીપળા પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:25 PM IST)