<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

ખેડાના કઠલાલના કઠાણા ગામમાં વીજ કરંટ લાગતાં બે લોકોનાં મોત: ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે ત્રણ લોકોને વીજ કરંટ લાગ્યો

એકસાથે બે લોકોનાં મોતથી કઠાણા ગામમાં અરેરાટી: કઠલાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી:બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના કઠલાલના કઠાણા ગામમાં વીજ કરંટ લાગતાં બે લોકોનાં મોત થયા છે. ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ લોકોને કરંટ લાગ્યો હતો, જેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વીજલાઇનને લાંબો સળિયો અડી જતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. એકસાથે બે લોકોનાં મોતથી કઠાણા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં કઠલાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:50 PM IST)