<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

તિલકવાડા અને દેડિયાપાડા તાલુકામાં બે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત : જિલ્લામાં અકસ્માત વધ્યા

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા અને દેડિયાપાડા તાલુકામાં બે અલગ અલગ અકસ્માતમાં બે ના મોત નિપજ્યા હતા.

   પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ અકસ્માતમાં મો.સા. ચાલક વાસુદેવભાઈ બાલુભાઈ ભીલ (ઉ.વ.૩૨)( રહે, કાકરીયા આંગણવાડી ફળિયું તા.તિલકવાડા જી.નર્મદા )નાઓએ પોતાના કબ્જાની મોટર સાયકલ નંબર-GJ-01-BN-8422 ની પુરઝડપે હંકારી અગર ચોકડી પહેલા અગર સીમ રોડ પર JCB મશીન જેનો રજીસ્ટ્રેશન નંબર-GJ-06-DH-1341 જેનું ખાલી સાઇડનું વ્હીલ પંક્ચર પડતા વ્હીલ પંક્ચર બનાવવા માટે કાઢેલ નાખેલ હોવાથી ઉભુ હોય જે JCB મશીનના પાછળના જેક ના ભાગે મોટર સાયકલ અથાડી પોતાને માથામાં જમણી બાજુ તેમજ કપાળ અને ગાલના ભાગે ગંભીર ઇજા પહોંચાડી પોતાનું સ્થળ પર મોત નિપજાવી ગુનો કરતા તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજો અકસ્માત દેડિયાપાડા તાલુકામાં થયો જેમાં એક અજાણ્યા આઇસર ટેમ્પો ચાલકે પોતાનો આઇસર ટેમ્પો પુરઝડપે ચલાવી લાવી કણબીપીઠાથી માંચ ચોકડી તરફ જતા વણાંકમાં હાઇવે રોડ ઉપર ફરીયાદીની બજાજ કંપનીની પલ્સર MT 125 મો.સા નંબર.GJ-16-EB-6556ને ટકકર મારી એક્સીડન્ટ કરી ફરીયાદીની પાછળ બેસેલ પિયુશભાઇને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી તથા  રાહુલભાઇને જમણા પગે ફેકચરની ઇજાઓ પહોંચાડી નાશી જઇ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે  ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં છેલ્લા એકાદ મહિનામાં દરરોજ અકસ્માત ની ઘટના બને છે જેમાં ઘણા લોકો ના મોત નિપજ્યા હોય આ બાબત ગંભીર કહી શકાય.

(12:14 PM IST)