<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

બે વરસાદી સિસ્ટમ સક્રિય: બે -ચાર દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસાની વિદાય શરૂ થશે

આગામી 2 દિવસ સુધી અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેજ પવનના સુસવાટા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ :હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ વાતાવરણમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ આગામી 2 દિવસ સુધી અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેજ પવનના સુસવાટા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદી રાઉન્ડ બાદ આગામી 2 થી 4 દિવસની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેવાનું શરૂ કરશે અને ક્રમશઃ સમગ્ર રાજ્યમાંથી ચોમાસાની ઋતુ પૂર્ણ થશે.

(8:46 PM IST)