તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
દાહોદના ઝાલોદમાં તળાવમાં ડૂબી જવાથી બે સગી બહેનોના મોત
બંને કિશોરીઓ તળાવના કાંઠે કપડાં ધોવા માટે ગઈ હતી.પગ લપસતાં બંને ડૂબી ગયેલ :એક જ પરિવારની બે દીકરીઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો

દાહોદના ઝાલોદમાં તળાવમાં ડૂબી જવાથી બે સગી બહેનોના મોત નીપજતાં અરેરાટી મચી છે. 12 અને 13 વર્ષીય બંને કિશોરીઓ સવારે તળાવના કાંઠે કપડાં ધોવા માટે ગઈ હતી, દરમિયાન અચાનક પગ લપસતાં બંને પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંને કિશોરીઓના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. એક જ પરિવારની બે દીકરીઓના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
