<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

બનાસકાંઠાના થરાદના કરણપુરમાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી રાજસ્થાનના બે શ્રમિકોના કરૂણમોત

તલાવડી નજીક ઉભેલા એક યુવકનો અચાનક પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો, જેને ડૂબતો બચાવવા માટે તેના અન્ય સાથીએ પણ તલાવડીમાં ઝંપલાવ્યું પરંતુ દુર્ભાગ્યે બંને પાણીમાં ગરકાવ થઈ ગયા

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરણપુર ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી મૂળ રાજસ્થાનના બે શ્રમિક યુવકોના અકાળે મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, તલાવડી નજીક ઉભેલા એક યુવકનો અચાનક પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જેને ડૂબતો બચાવવા માટે તેના અન્ય સાથીએ પણ તલાવડીમાં ઝંપલાવ્યું હતું પરંતુ દુર્ભાગ્યે બંને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેને પગલે પંથકમાં અને મૃતક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

(11:23 PM IST)