<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ઉમરેઠ પેટાચૂંટણીનું આવતીકાલે પરિણામઃ પુનરાવર્તન કે. પરિવર્તન

ભાજપના હર્ષદ પરમાર તથા કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાનમાં હતાઃ પ૯.૦ ટકા મતદાન નોંધાયેલ

અમદાવાદઃ દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે આવતીકાલે ગુજરાતની નજર પણ એક મહત્વની બેઠક પર ટકેલી છે. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આવતીકાલે એટલે કે 4 મેના રોજ યોજાશે. 59.03 ટકા મતદાન બાદ હવે મતદારોનો ઝુકાવ કોની તરફ રહ્યો છે, તેનો સત્તાવાર ખુલાસો આવતીકાલે થશે.

 

આ પેટાચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચેના આ જંગમાં જનતાએ કોના પર મહોર મારી છે તે જોવું રસપ્રદ રહેશે. જોકે મેદાનમાં કુલ 6 ઉમેદવારો છે, પરંતુ મુખ્ય સ્પર્ધા આ બે દિગ્ગજો વચ્ચે હોવાનું મનાય છે.

 

ઉમરેઠમાં શાંતિપૂર્ણ માહોલમાં કુલ 59.03 ટકા મતદાન નોંધાયું હતું. 5 રાજ્યોના પરિણામોની સાથે જ ઉમરેઠનું પરિણામ જાહેર થવાનું હોવાથી રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. 

 

શું ભાજપ પોતાનો ગઢ સાચવી રાખશે કે પછી કોંગ્રેસ પરિવર્તન લાવવામાં સફળ થશે? આવતીકાલે સવારથી શરૂ થનારી મતગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે કે ઉમરેઠનો તાજ કોના શિરે સજશે.

(2:08 PM IST)