<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

અમદાવાદના નારોલ વિસ્તારમાં 4.25 કરોડની કિંમતનું બિનહિસાબી સોનું . ચાંદી અને કિંમતી પથ્થરો ઝડપાયા

સ્ટેટ GSTની મોબાઈલ સ્કવોડ ટીમે રાજસ્થાનથી આવતી ખાનગી બસો પર દરોડો પાડ્યો

અમદાવાદના નારોલ વિસ્તારમાં સ્ટેટ GSTની મોબાઈલ સ્કવોડ ટીમે રાજસ્થાનથી આવતી ખાનગી બસો પર દરોડો પાડી 4.25 કરોડ રૂપિયાની અંદાજિત કિંમતનું સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો જપ્ત કર્યો છે. બાતમીના આધારે હાથ ધરાયેલી આ તપાસ દરમિયાન સત્તાવાળાઓએ યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલું 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને 3 કિલો કિંમતી પથ્થરો કબ્જે કર્યા છે. વિભાગ દ્વારા આ ઓપરેશનને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે અને બિનહિસાબી માલસામાનના મૂળ સ્ત્રોત અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

(1:13 PM IST)