હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વસ્તી ગણતરી કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના નાગરિકોને નિર્ધારિત સ્વ-ગણતરી પોર્ટલ પર..પોતાની માહિતી સ્વયં નોંધણી કરાવવા જાહેર અપીલ
સ્વ-ગણતરીની સુવિધા તા. ૧૭ મે થી ૩૧ મે-૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે, ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં વસ્તી ગણતરી-૨૦૨૭ ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. વસ્તી ગણતરી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોના આયોજન અને અમલીકરણ માટે ઉપયોગી બને છે.
વસ્તી ગણતરી કાર્યક્રમ અંતર્ગત સ્વ-ગણતરીની સુવિધા ૧૭ મે, ૨૦૨૬ થી ૩૧ મે, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે, જેના દ્વારા નાગરિકો નિર્ધારિત સ્વ-ગણતરી પોર્ટલ પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. ત્યારબાદ ઘરયાદી અને મકાનોની ગણતરી (HLO) ની કામગીરી ૦૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે, જેમાં વસ્તી ગણતરી કર્મચારીઓ ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે અને જેઓના દ્વારા સ્વ-ગણતરી કરવામાં આવી છે તેઓના SE id એકત્રિત કરશે.
નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બને અને સાચી તથા સંપૂર્ણ માહિતી આપે. વસ્તી ગણતરી અંતર્ગત પ્રાપ્ત થતી તમામ માહિતી વસ્તી ગણતરી અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે.
જિલ્લા વહીવટીતંત્ર તમામ નાગરિકોને અનુરોધ કરે છે કે, તેઓ વસ્તી ગણતરી અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે અને વસ્તી ગણતરી ૨૦૨૭ ને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપે.
સ્વ-ગણતરી કરવાની ક્રમવાર પ્રક્રિયા:-
1. પોર્ટલ (https://se.census.gov.in) ઉપર પ્રવેશ કરો.
2. કુટુંબની નોંધણી કરો.
3. ભાષા પસંદ કરીને મોબાઈલમાં આવેલ OTP નાંખો.
4. રહેણાંક સ્થળની વિગતો ભરો.
5. નકશામાં લાલ માર્કરને તમારા ઘર પર ખેંચો અને સેવ કરો.
6. ત્યારબાદ પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના સચોટ જવાબ ભરો.
7. સ્ક્રીન પર આવેલી માહિતીને ચકાસો અને સુધારો કરવાની જરૂર લાગે તો સુધારો કરો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
