તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
ગુજરાત સરકારના મેગા અભિયાન ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' હેઠળ રાજ્યભરમાં ૫ હજારથી વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા
ઓનલાઈન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન : સેક્સટોર્શનથી લઈને ડીપફેક સુધીના ઓનલાઈન જોખમો સામે ગુજરાત પોલીસની સતર્કતા

રાજકોટ તા.૨૩: રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સામુદાયિક સહભાગિતા, ટેકનોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગળતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા સાયબર ગુનાઓને રોકવાનો છે. સીઆઈડી ક્રાઈમ મહિલા સેલના એડીજીપી શ્રી અજય ચૌધરીએ જણાવ્યું કે ડિજિટલ યુગમાં મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ‘‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ'' દ્વારા અમે ડીપફેક અને સેક્સટોર્શન જેવા ગંભીર સાયબર ગુનાઓ અંગે નાગરિકોને જાગળત કરી સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છીએ. ગુજરાત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે કટિબદ્ધ છે.(૨.૬)
પહેલા બે અઠવાડિયાનો આંકડો
આ છે, પ્રથમ અને બીજા સપ્તાહ દરમિયાન થયેલ કામગીરીના બોલતા પુરાવા
પહેલા અઠવાડિયા દરમિયાન સાયબર જાગળતિ અને દૃશ્યતા અંતર્ગત ૧,૮૭૪ કાર્યક્રમો અને બીજા અઠવાડિયામાં સેક્સટોર્શન, ડીપફેક અને સાયબર સ્ટોકિંગ જેવા ગંભીર ઓનલાઈન જોખમોની રોકથામ માટે ૩,૪૧૫ વિશેષ સત્રો યોજવામાં આવ્યા. પહેલા અઠવાડિયાની મુખ્ય પ્રવળત્તિઓ - ૧,૮૭૪ કાર્યક્રમોરાજ્યવ્યાપી લોન્ચિંગઃ ૧૮૫ કાર્યક્રમો, શાળાઓમાં સાયબર સુરક્ષા દિવસઃ ૪૩૮ કાર્યક્રમો, કિશોરી સુરક્ષા દિવસઃ૩૩૬ પ્રવળત્તિઓ, વાલીઓ માટે જાગળતિઃ ૩૧૮ કાર્યક્રમો, શિક્ષકોની તાલીમઃ૨૮૧ કાર્યક્રમો, કોલેજોમાં સાયબર અભિયાનઃ ૨૦૭ કાર્યક્રમો, સાયબર રેલીઓઃ ૧૦૯ રેલીઓ, બીજા અઠવાડિયાની મુખ્ય પ્રવળત્તિઓ - ૪,૧૭૨ કાર્યક્રમો, સોશિયલ મીડિયા સુરક્ષાઃ ૭૪૩ કાર્યક્રમો, ડીપફેક જાગળતિઃ ૫૭૮ કાર્યક્રમો, સેક્સટોર્શન વિરોધી દિવસઃ ૫૨૦ વિશેષ કાર્યક્રમો, સાયબર સ્ટોકિંગ રોકથામઃ ૫૧૪ કાર્યક્રમો, ગેમિંગ સુરક્ષાઃ ૫૧૨ કાર્યક્રમો, ઓનલાઈન ગેમિંગ રોકથામઃ ૪૬૬ કાર્યક્રમો, જનજાગળતિ શિબિરોઃ ૪૬૧ શિબિરો, અભિયાનની વિશેષતાઃ આ ઓપરેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈને પોલીસ ઈન્સ્પેક્ટર સુધીના તમામ ફિલ્ડ અધિકારીઓ માટે કાર્યબિંદુ નક્કી કરવામાં આવ્યા છે
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
