<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં ભારતે વિશ્‍વમંચમાં આગવી ઓળખ મજબુત કરીઃ ભુપેન્‍દ્રભાઇ

‘સતા નહી સેવા અને રાષ્‍ટ્ર પ્રથમ'ના ધ્‍યેય સાથે વડાપ્રધાનની સુશાસન યાત્રા,સમગ્ર દેશ માટે પ્રેરણારૂપઃ ગાંધીનગરમાં મુખ્‍યમંત્રી તથા નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી, પ્રવકતા મંત્રી જીતુભાઇ વાઘાણીની પત્રકાર પરિષદ

રાજકોટ, તા.૧૦: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જનસેવા અને રાષ્‍ટ્ર માટે સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમની અવિરત જનસેવા, રાષ્‍ટ્ર સમર્પણ અને નિર્ણાયક નેતળત્‍વને બિરદાવતાં જણાવ્‍યું હતું કે, આ ૨૫ વર્ષ સંકલ્‍પથી સિદ્ધિ સુધીની યાત્રા છે, તેમાં ‘સત્તા નહીં, સેવા' અને ‘રાષ્‍ટ્ર પ્રથમ'નો મંત્ર શાસનના કેન્‍દ્રમાં રહ્યો છે.

મુખ્‍યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં  નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવકતા મંત્રી  જીતુભાઇ વાઘાણી સાથે પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્‍ટ્ર સમર્પણ બદલ ગુજરાતની જનતાપ્રજનાર્દન વતી હૃદયપૂર્વક અભિનંદન  પાઠવ્‍યા હતા.

તેમણે કહયું કે નાગરિક દેવો ભવનો ભાવ, જનકલ્‍યાણની ભાવના, સ્‍પષ્ટ વિઝન અને દૃઢ સંકલ્‍પ સાથે પડકારોને તકમાં પરિવર્તિત કરવાની વડાપ્રધાનશ્રીની કાર્યશૈલીએ ગુજરાત સહિત સમગ્ર દેશના વિકાસને આગવી દિશા આપી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ૨૦૦૧ની ૭મી ઓક્‍ટોબરે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શાસન સેવા દાયિત્‍વ સંભાળ્‍યું ત્‍યારે પડકારોનો સામનો કરી રહેલા ગુજરાતમાં જ્‍યોતિગ્રામ યોજના દ્વારા ગામેગામ વીજળી, નર્મદા કેનાલ નેટવર્ક દ્વારા પાણીની સુવિધા અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસને વેગ મળ્‍યો. ૨૦૦૩માં શરૂ થયેલી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સમિટે ગુજરાતને વૈશ્વિક રોકાણના નકશા પર આગવી ઓળખ અપાવી હોવાનું પણ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીએ કહ્યું કે,  નરેન્‍દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતની વિકાસયાત્રાની સફળતાને પગલે દેશવાસીઓએ પણ ૨૦૧૪માં તેમના નેતળત્‍વને પ્રચંડ સમર્થન આપ્‍યું હતું. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં દેશનો વિશ્વાસ સંપાદિત કરીને તેઓ પ્રધાનસેવક તરીકે સેવારત  રહ્યાં. એટલું જ નહિ, તેમણે વિકાસની રાજનીતિ-પોલિટિક્‍સ ઓફ પર્ફોર્મન્‍સની નવી કેડી કંડારી છે.

ખેડૂતોને દેશના વિકાસના ભાગીદાર બનાવવા PM-KISAN જેવી યોજનાઓ, પ્રાકળતિક ખેતીને પ્રોત્‍સાહન અને મહિલાઓના સશક્‍તિકરણ માટે ઉજ્જવલા યોજના તથા મહિલાઓને નિર્ણય પ્રક્રિયામાં વધુ ભાગીદારીના પ્રયાસો સમાજના સર્વાંગી વિકાસની દિશામાં મહત્‍વપૂર્ણ બન્‍યા હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના વિઝનથી સાકાર થઈ રહેલા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સનો ઉલ્લેખ કરતાં જણાવ્‍યું હતું કે, અમદાવાદ-ધોલેરા રેલ અને એક્‍સપ્રેસ-વે પ્રોજેક્‍ટ્‍સ, વેસ્‍ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, દાહોદનું રેલવે લોકોમોટિવ ઉત્‍પાદન એકમ, વડોદરામાં સંરક્ષણ ક્ષેત્રે વિમાન ઉત્‍પાદન, GIFT સિટીમાં IFSCA અને ઇન્‍ડિયા ઇન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ જેવી પહેલો ગુજરાતના આર્થિક વિકાસને નવી ગતિ આપી રહી છે.

કચ્‍છના ખાવડામાં હાઇબ્રિડ રિન્‍યૂએબલ એનર્જી પાર્ક, ભાવનગરમાં CNG ટર્મિનલ અને સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્રે ગુજરાતમાં થઈ રહેલા વિકાસથી રાજ્‍ય આધુનિક ટેકનોલોજી, સ્‍વચ્‍છ ઊર્જા અને ઉદ્યોગોના નવા કેન્‍દ્ર તરીકે ઊભરી રહ્યું છે. સેમિકન્‍ડક્‍ટર મિશન હેઠળ ૬ સેમિકન્‍ડક્‍ટર પ્રોજેક્‍ટ્‍સથી ગુજરાત સેમિકન્‍ડક્‍ટર હબ બનવાની દિશામાં આગળ વધુ છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીનું નેતળત્‍વ દેશની યુવા શક્‍તિમાં આત્‍મવિશ્વાસ, નવીનતા અને કૌશલ્‍યનો સંચાર કરી રહ્યું છે. આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પ સાથે દેશ વૈશ્વિક સ્‍તરે નવી તકો ઊભી કરી રહ્યો છે અને વિકસિત ભારત-૨૦૪૭ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્રથી વિકસિત ભારત-૨૦૪૭ના નિર્માણ માટેનો વડાપ્રધાનશ્રીનો સંકલ્‍પ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્‍પ બને તેવું આહવાન તેમણે કર્યું હતું.

(4:28 PM IST)