તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત 4 હજાર લોકોએ કર્યો યોગાભ્યાસ
સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન: સ્વસ્થ જીવન માટે યોગ અપનાવવાનો સંકલ્પ લેવાયો

સુરત: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યકક્ષાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 4 હજારથી વધુ યોગપ્રેમીઓ, નાગરિકો, જનપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓએ ભાગ લઈ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.
કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલ, મેયર માયાબેન માવાણી, ધારાસભ્યો તથા વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને સુરત મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓએ પણ યોગાસનોમાં સહભાગી બની સ્વસ્થ જીવનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
નિષ્ણાત યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સામૂહિક યોગાભ્યાસમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોગ દિવસની ઉજવણી માત્ર એક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહી, પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનું અસરકારક માધ્યમ બની હતી. યોગ દ્વારા સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાનો સંદેશ સમગ્ર શહેરમાં પ્રસર્યો હતો.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
