તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
મતદાન વધારવા માટે અનોખી જાહેરાત :મતદાન કરેલ કર્ણાવતી અને રાજપથ ક્લબની ક્લબ મેમ્બરને 25 ટકા ડિસ્કાઉન્ટ અપાશે
ચૂંટણીના દિવસથી ત્રણ દિવસ સુધી મતદાન કરનારને આપશે ડિસ્કાઉન્ટ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે નવો પ્રયાસ

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન વધારવા માટે કર્ણાવતી અને રાજપથ ક્લબે એક અનોખી જાહેરાત કરી છે. મતદાન કરેલ ક્લબ મેમ્બરને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબમાં આવેલ તમામ રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કલબના 15 હજાર ફેમીલી મેમ્બર છે, મત આપનાર તમામ સભ્યને 25 ટકા ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. ચૂંટણીના દિવસથી ત્રણ દિવસ સુધી મતદાન કરનારને ડિસ્કાઉન્ટ અપાશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે નવો પ્રયાસ કરાયો છે
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
