હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th October 2026
અનોખો માઈ ભક્તઃ ૯ દિવસ એક પગે ઉભા રહી કરે છે આરાધના

બનાસકાંઠા તા.૧૬: શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. આ સમયે અનેક માઈ ભક્તો માતાજીની ભક્તિમાં લીન બનતા હોય છે. ત્યારે પાલનપુર નજીક આવેલા દલવાડાં ગામના માઈભક્ત અનોખી રીતે માતાજીની ભક્તિ કરતા નજરે પડ્યા હાથમાં માળા,ચહેરા પર તેજ અને એક પગે નવ દિવસ,૨૪ કલાક સુધી અડીખમ ઉભો રહેતા આ વ્યક્તિ નું નામ છે સુરેશભાઈ ચૌહાણ. સુરેશભાઈના માતા પિતાને જહુ માતાજી પ્રત્યે ગઝબની આસ્થા રહી, ત્યારે તેઓના આ ધાર્મિક સંસ્કાર સુરેશભાઈમાં ઉતર્યા છે. જેને પગલે તેઓ છેલ્લા ૨૭ વર્ષથી નવરાત્રીના નવે નવ દિવસ એક પગે ઉભા રહી માત્ર પાણી ના સહારે આરાધના કરે છે. એક તરફ જ્યાં નવરાત્રીની નવ રાતો આરાધનાને બદલે કેટલાક યુવાનો મોજમસ્તીમાં મર્યાદા ભૂલી જતા હોય છે..ત્યારે દલવાડા ગામના આ યુવાને સાચી સાધનાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
