તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
અંબાજી જતા પદયાત્રીઓ માટે રાધીવાડ ખાતે પાંચ દિવસનું ભવ્ય ‘પદયાત્રી સેવા કેન્દ્ર': સેવાના ૨૬મા વર્ષમાં મંગલ પ્રવેશ
જગત જનની સેવા ચેરીટેબલ ટ્રસ્ટનો અનોખો સેવાયજ્ઞ : તા. ૧૯થી ૨૩ સપ્ટેમ્બર સુધી ભોજન-પ્રસાદ અને વિશ્રામની સેવા : સંતો-મહંતોની દિવ્ય હાજરીમાં ભંડારાનું દીપ પ્રાગટય : પૂજ્ય કનુદાદાની સેવાજ્યોતને પરિવાર દ્વારા અવિરત રાખવાનો સંકલ્પ

રાજકોટ : નડિયાદના પરમ આધ્યાત્મિક અને અલૌકિકતાના સર્વોચ્ચ શિખરે પહોંચેલા બ્રહ્મલીન પૂજ્ય કનૈયાલાલ લાલજીભાઈ સોની ‘કનુદાદા'ની સેવાભાવનાને આગળ ધપાવતા તેમના પરિવાર દ્વારા સંચાલિત ‘જગત જનની સેવા ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે રાધીવાડ ખાતે વિશાળ ‘પદયાત્રી સેવા કેન્દ્ર'નું આયોજન કરવામાં આવ્યું છે. સેવા પ્રવૃત્તિના ૨૬મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે તા. ૧૯ સપ્ટેમ્બરથી તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પાંચ દિવસ પદયાત્રીઓને ભોજન-પ્રસાદ, આરામ સહિતની સેવાઓ આપવામાં આવશે. તા. ૧૯ સપ્ટેમ્બરે બપોરે ૧૨:૩૮ કલાકે સંતો-મહંતોની હાજરીમાં ભંડારાનું દીપ પ્રાગટ્ય થશે અને તા. ૨૩ સપ્ટેમ્બરે બપોરે ૧૨:૩૮ કલાકે પૂર્ણાહુતિ યોજાશે.
જગત જનની સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાદરવી પૂનમે અંબાજી જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવાયજ્ઞનું આયોજન કરાયું છે. આ સાથે ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિએ ૨૬મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
આધ્યાશક્તિ શ્રી અંબાજી માતાની અસીમ કૃપાથી સ્વ. બ્રહ્મલીન કનૈયાલાલ લાલજીભાઈ સોની તથા શ્રીમતી નિર્મલાબેન કનૈયાલાલ સોની પ્રેરિત ‘જગત જનની સેવા ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા કનુદાદા પરિવારના સભ્યોના અથાગ પ્રયત્નો અને સેવાભાવીઓના સહકારથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે.
પરિવારના શ્રી બિદેશભાઈ, શ્રી રવિભાઈ અને મનોજભાઈ દ્વારા આ કાર્યને આગળ ધપાવાઈ રહ્યું છે.
સંતરામ મંદિરની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદથી કાયમી ધોરણે ખરીદવામાં આવેલી વિશાળ જગ્યા ઉપર ભારતભરમાંથી અંબાજી તરફ જતા પદયાત્રીઓ માટે ‘મોહનલાલ કેમ્પ'માં દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રી સેવા કેન્દ્ર કાર્યરત રહેશે. અંબાજી સંસ્કૃત પાઠશાળા તથા નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર કેન્દ્રના ઋષિકુમારોની દિવ્ય હાજરી સાથે સંતવૃંદની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર સેવાયજ્ઞ યોજાશે.
તા. ૧૯ સપ્ટેમ્બરે ભંડારાનું દીપ પ્રાગટ્ય
ભાદરવા સુદ આઠ, શનિવાર તા. ૧૯-૦૯-૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૩૮ કલાકે ભંડારાનું દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. ભાદરવા સુદ બાર, બુધવાર તા. ૨૩-૦૯-૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૩૮ કલાકે ભંડારાની પૂર્ણાહુતિ થશે.
ભંડારાનું સ્થળ રાધીવાડ ખાતે ખેડબ્રહ્માથી અંબાજી જવાના માર્ગ ઉપર આશરે ૬ કિલોમીટર દૂર રાખવામાં આવ્યું છે. અહીં પદયાત્રીઓ માટે ભોજન-પ્રસાદ, આરામ તથા અન્ય જરૂરી સેવાઓની વ્યવસ્થા કરવામાં આવશે.
સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ
આ પ્રસંગે પ.પૂ. મહંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ શ્રી સંતરામ મંદિર, નડિયાદ; પ.પૂ. મહંત શ્રી સત્યદાસજી મહારાજ શ્રી સંતરામ મંદિર, નડિયાદ; પ.પૂ. મહંત શ્રી લલિતકિશોરશરણજી મહારાજ શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ, મોટા મંદિર, લીંબડી તથા પ.પૂ. મહંત શ્રી વિજયદાસજી મહારાજ શ્રી દંડી સ્વામી આશ્રમ, ડાકોરની ઉપસ્થિતિ રહેશે.
તે ઉપરાંત માનસીબેન ડિપલકુમાર જરીવાલા, મુંબઈ; પ્રકૃતિબેન સંદીપભાઈ વસાણી, મુંબઈ; શેઠશ્રી હસમુખભાઈ તારાચંદભાઈ, મુંબઈ તથા કનૈયાલાલ અમૃતલાલ માંડલિયા, મુંબઈ પણ દિવ્ય પ્રાગટ્ય પ્રસંગે જોડાશે.
શુભેચ્છક તરીકે ડો. જયદીપભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ તથા સ્વ. પદ્મશ્રી ડો. ડાહ્યાભાઈ શાષી, બ્રહ્મર્ષિ સંસ્કારધામ, નડિયાદનો ઉલ્લેખ આમંત્રણ પત્રિકામાં કરવામાં આવ્યો છે.
કનુદાદાની સેવાની સુવાસ આજે પણ જીવંત
આ સેવા પ્રવૃત્તિના પ્રેરણાષોત સ્વ. બહલીન કનૈયાલાલ લાલજીભાઈ સોનીનો જન્મ સંવત ૨૦૦૨ના ભાદરવા વદ નવમે, ગુરુવાર તા. ૧૯-૦૯-૧૯૪૬ના રોજ થયો હતો. તેમનો સ્વર્ગવાસ સંવત ૨૦૮૧ના ફાગણ વદ છઠ્ઠ, ગુરુવાર તા. ૨૦-૦૩-૨૦૨૫ના રોજ થયો હતો.
કનુદાદાએ જીવનકાળ દરમિયાન ધાર્મિક, સામાજિક અને સેવાકીય ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ કરી હતી. અંબાજી જતા ભક્તો માટે છેલ્લા પચ્ચીસ વર્ષથી ભંડારાનું આયોજન તેમની વિશેષ સેવાપ્રવૃત્તિ રહી હતી. પોતાની વ્યક્તિગત જરૂરિયાત કરતાં સમાજ અને જરૂરિયાતમંદોની સેવાને મહત્વ આપતા કનુદાદાની ભાવનાને તેમના પરિવારે આગળ ધપાવી છે.
તેમની અંતિમ ઇચ્છા મુજબ પદયાત્રીઓ માટે કાયમી અને સુવિધાયુક્ત ભંડારા-સ્થળ ઊભું રહે તે માટે વિશાળ જગ્યા મેળવી ‘જગત જનની સેવા ચેરીટેબલ ટ્રસ્ટ'ની રચના કરવામાં આવી હતી. હવે પરિવારના સભ્યો આ સેવાને અવિરત ચાલુ રાખી રહ્યા છે.
આ સેવાકાર્યમાં દાનાર્થી તરીકે છગનલાલ બેચરલાલ પટેલ, વસંતપ્રસાદ તારાચંદભાઈ શેઠ, મૃદુલાબેન જીતિકુમાર જરીવાલા, પ્રકૃતિબેન સંદીપભાઈ વસાણી, ડો. સમીર ભૂપેન્દ્રભાઈ શાહ, ત્રિભુવનદાસ ભીમજી ગઢવી, સ્મિતાબેન કરશનભાઈ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ગીતાબેન અનિલકુમાર પટેલ, સ્મિત રવિલાલ જરીવાલા, ધનંજય કિશનભાઈ પટેલ, જય મનોજભાઈ પટેલ, અંજની હર્ષદકુમાર પાટડિયા જનમંગલ જ્વેલર્સ, કાર્તિક વિષ્ણુભાઈ પટેલ, વનિતા પરાગ શાહ, હંસાબેન રસિકલાલ પ્રજાપતિ, ઉલ્કા અતુલ કપૂર, મનસુખલાલ છગનલાલ રાણપરા, ચંદ્રિકાબેન ઠાકોરલાલ સુખડિયા, ચંદ્રિકાબેન સુલભચંદ્ર કડગી, રોહિતભાઈ કનૈયાલાલ શાહ જિનવાલા તથા રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલનો સહયોગ મળ્યો હોવાનું જણાવાયું છે.
આ દાતાઓમાં અમેરિકા, મુંબઈ, દિલ્હી, સુરત, કેનેડા, વિજ્ઞાનનગર, અમદાવાદ, લીંબડી, વડોદરા અને દંતાલી સહિત વિવિધ સ્થળોના સેવાભાવીઓનો સમાવેશ થાય છે.
વિશિષ્ટ સહયોગ તરીકે શ્રી કનુભાઈ વિરશીભાઈ પટેલ કે.વી., હોટેલ બ્લૂ મૂન, ખેડબ્રહ્મા; શ્રી જુગનેશભાઈ ચંદુલાલ ભાવસાર એડવોકેટ, ખેડબ્રહ્મા; શ્રી ગોપાલભાઈ રામાભાઈ પટેલ સરસ્વતી સ્ટીલ, ખેડબ્રહ્મા; સુખડિયા કેટરર્સ પાદરાવાળા; શ્રી કનૈયેશભાઈ શામળભાઈ પટેલ, ખેડબ્રહ્મા; શ્રી ગોવિદભાઈ અગ્રવાલ, સોનાજી; શ્રી રવિલાલ જશુભાઈ પટેલ હોટેલ બ્લૂ મૂન, ખેડબ્રહ્મા તથા શ્રી કાર્તિકભાઈ મધુભાઈ વ્યાસ, ખેડબ્રહ્માનો સહયોગ હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર આયોજન પૂજ્ય કનુદાદા પરિવાર, નડિયાદ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રસ્ટે પદયાત્રીઓ અને સેવાભાવીઓને પાંચ દિવસના આ સેવાયજ્ઞનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
સંપર્ક અને આયોજન
સેવાકાર્યના સંપર્ક માટે ‘શ્રીકૃષ્ણાશ્રય', કિર્તિકુંજ સોસાયટી, વી.કે.વી. રોડ, નડિયાદ૩૮૭૦૦૧
બિદેશભાઈ : ૭૦૧૬૭ ૩૦૮૭૫
રવિભાઈ : ૯૭૧૨૭ ૬૪૬૩૮
મનોજભાઈ : ૯૮૨૫૩ ૪૩૫૭૪
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
