<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

નર્મદા જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ :પાકોને નવું જીવનદાન મળતાં ગ્રામીણ અર્થતંત્રમાં રાહત

રાજપીપળા .ડેડીયાપાડા, સાગબારા અને ચીકડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો:ખેતરોમાં ઊભેલા ડાંગર, કપાસ અને સોયાબીન જેવા પાકોને જીવતદાન

નર્મદા જિલ્લામાં મેઘરાજાએ સંપૂર્ણ તાકાત સાથે પુનરાગમન કર્યું છે. જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લા મથક રાજપીપળા શહેર ઉપરાંત ડેડિયાપાડા, સાગબારા અને ચીકડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લામાં સતત વરસેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારમાં ખેતી મુખ્યત્વે ચોમાસા પર નિર્ભર હોવાથી આ વરસાદ ખેડૂતો માટે અમૃત સમાન સાબિત થયો છે. ખેતરોમાં ઊભેલા ડાંગર, કપાસ અને સોયાબીન જેવા પાકોને નવું જીવનદાન મળતાં ગ્રામીણ અર્થતંત્રમાં રાહત ફેલાઈ છે.

(8:39 PM IST)