તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
આગાહી વચ્ચે આણંદમાં અનરાધાર વરસાદ :DSPના નિવાસસ્થાને પાણી ભરાયા
પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાતા તંત્રએ ડમકી મૂકી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી

આણંદ ;વરસાદની આગાહી વચ્ચે આણંદ શહેરમાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. નાયબ પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા પોલીસ વડાના નિવાસસ્થાનના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ઘૂસી ગયા. પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાતા તંત્રએ ડમકી મૂકી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. સતત વરસાદને કારણે પાણીનો ભરાવો યથાવત રહેતા સ્થળ પર નિકાલની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
