<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

અપ્રસ્‍તુત કાયદા રદ કરાશે, એક જ સંકલિત કાયદો, એક જ સ્‍પષ્ટ ઠરાવ અમલમાં મૂકાશે

સી.એલ.મીના અને જે.કે.અસ્‍તિક સમિતિએ અહેવાલો અને વિસ્‍તૃત ભલામણો સરકારને સુપરત કરી

અમદાવાદ તા.૭: અડાલજ ત્રિમંદિરના અંબા બિઝનેસ પાર્ક ખાતે આયોજિત ‘મહેસૂલ ચિતન શિબિર'ના બુધાવરે બીજા દિવસે વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને જાટિલ કાયદાઓને સરળ બનાવવાના હેતુથી 'વન સ્‍ટેટ, વન એક્‍ટ, વન રૂલ'ની સંકલ્‍પના સાકાર કરવામાં આવી રહી છે. શિબિરમાં એક સ્‍પેશિયલ ૅડો.જયંતી રવિ સેશનમાં વિષય પર વિસ્‍તૃત ચર્ચા-વિચારણા કરીને જમીન સુધારણા અને કાયદાકીય સરળીકરણ પર ભાર મૂકાયો હતો. આ દરમિયાનમાં સી.એલ.મીના સમિતિ અને જે.કે. અસ્‍તિક સમિતિએ સઘન અભ્‍યાસ બાદ પોતાના અહેવાલો અને વિસ્‍તૃત ભલામણો સરકારને સુપરત કરી હતી. જેના ઉપર મંથન કરવામાં આવ્‍યું હતું.

જેમાં જૂના અને અપ્રસ્‍તુત મહેસૂલી કાયદા, નિયમો અને પરિપત્રોનો અભ્‍યાસ કરી બિનજરૂરી કાયદાઓને રીપીલ (રદ) કરવા, સુધારણાની જરૂરિયાતવાળા કાયદાઓના સ્‍થાને એક જ આધુનિક અને સંકલિત કાયદો તૈયાર કરવા, અસંખ્‍ય જૂના ઠરાવોના સ્‍થાને એક જ સર્વગ્રાહી અને સ્‍પષ્ટ ઠરાવ અમલમાં મૂકવા જેવી ભલામણો કરાઈ છે. હવે, જમીન મહેસૂલ સંબંધિત વિવિધ જટિલ કાયદાઓને એક જ સંકલિત માળખામાં પરિવર્તિત કરવાથી વહીવટી તંત્રમાં સ્‍પષ્ટતા, સુગમતા અને એકસૂત્રતા આવશે. વર્ષો સુધી ચાલતા મહેસૂલી વિવાદો અને લિટિગેશનમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ એકીકૃત માળખું Ease of Do-ing Business અને Euse of Liv-inને વેગ આપશે અને ગુજરાતને ભૂમિ વહીવટના ક્ષેત્રમાં દેશનું મોડેલ રાજ્‍ય બનાવશે. મહેસૂલ ક્ષેત્રના નિષ્‍ણાતો અને ઉચ્‍ચાધિકારીઓ દ્વારા અધિક મુખ્‍ય સચિવ ડો.જયંતી એસ. રવિની ઉપસ્‍થિતિમાં ૭ વિવિધ જૂથોમાં વહેંચાઈને જમીન વહીવટ, નાગરિક સુવિધા અંગે એક્‍શન સેમિનાર અને વિચાર-વિમર્શ કરાયો હતો. જમીન વહીવટમાં AI અને બ્‍લોકચેનનો ઉપયોગ વિષય પર અત્‍યંત મહત્ત્વપૂર્ણ સત્ર યોજાયું હતું. જેમાં મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત IIT ગાંધીનગરના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર સમીર કુલકર્ણીએ જમીન વ્‍યવસ્‍થાપનમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા ટેક્રોલોજીના ઉપયોગ અંગે વિગતો રજૂ કરી હતી.(૩૮.૩)

શિબિરમાં મુખ્‍યત્‍વે શું થયું ?

ચિંતન શિબિરના બેસ્‍ટ પ્રેક્‍ટિસ સેશન અંતર્ગત મધ્‍ય ગુજરાતના જિલ્‍લાઓની મહેસૂલી કામગીરીએ વિશેષ ધ્‍યાન ખેંચ્‍યું હતું.

વડોદરા જિલ્‍લા કલેકટર અનિલ ધામેલિયાએ મધ્‍ય ગુજરાત વિભાગના વિવિધ જિલ્‍લાઓની નોંધપાત્ર સિદ્ધિઓ, વહીવટી સુધારાઓ અંગે વિસ્‍તૃત પ્રેઝન્‍ટેશન રજૂ કર્યું

વિવિધ નવતર પ્રયાસોના પરિણામે છેલ્‍લા માત્ર એક જ વર્ષમાં ૨૦,૦૦૦ જેટલા રેવન્‍યૂ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરાયો છે.

જમીનના કેસોના ડિપોઝલ, ખેડૂત ખરાઈના કામો, કલમ હલ-એડી, સરફેસી એક્‍ટ, ટેલીગ્રામ એક્‍ટ અંતર્ગત જમીન સંબંધિત હિયરિગની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકાયો.

ગુજરાતના ઉત્તર ઝોનના જિલ્‍લાઓએ મહેસૂલ વહીવટને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને લોકકેન્‍દ્રી બનાવવા માટે અનેક નવીન તેમજ ઉત્તમ પદ્ધતિઓ અપનાવી છે.

જંત્રી દરોમાં વાર્ષિક ૫ આધારિત સુધારો, ૧૦ CHC માટે ગૌચર જમીન ફાળવણીની સત્તા કલેક્‍ટર સ્‍તરે સોંપવી કલમ ૧૩-એએ, ૧૩-એબી, ૬૩-એડી જેવી જોગવાઈઓમાં સરળતા અને વિવેકાધીન સત્તા મામલતદાર-પ્રાંત અધિકારીને સોંપવી, શરતભંગ જમીનોને દંડ વસૂલીને નિયમબદ્ધ કરવાની જોગવાઈ, તબ પોર્ટલમાં સીટી સર્વે નંબરોનો સમાવેશ જેવા સુધારા અમલમાં આવે તે મુદ્દે થર્યા કરાઈ.

(10:28 AM IST)