તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 6th May 2026
રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ : અનેક સ્થળોએ વૃક્ષો ધરાશયી
ફાયર વિભાગને શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાના 15 જેટલા કોલ મળ્યા :બાપુનગર, નિકોલ, નરોડા, થલતેજ, શીલજ, એસજી હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ

અમદાવાદના આ વરસાદીમાં હોલમાં પશ્ચિમ વિસ્તારમાં અને તેમાં એ ખાસ સિંધુ ભવન અને તેની આસપાસના વિસ્તારોમાં વૃક્ષ ધરાશાઈ થયાની તસવીરો જોવા મળી. સાંજે ફાયર વિભાગને શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાના 15 જેટલા કોલ મળ્યા હતા, પાર વિભાગે મુખ્ય રસ્તા પર હોય તેવા વૃક્ષોને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. અચાનક વાવાઝોડાની સાથે વરસાદ વરસતા શહેરીજનોને પણ ગરમીથી રાહત મળી હતી.
અમદાવાદ શહેરના વાતાવરણમાં ગત મોડી રાત્રે પલટો આવ્યો હતો. આંધી અને વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ પડ્યા હતા અને હોર્ડિગ્સ ઉડ્યાં હતા. અમદાવાદના બાપુનગર, નિકોલ, નરોડા, થલતેજ, શીલજ, એસજી હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ મુજબ રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ વરસાદ અને ઠંડા પવનના કારણે વાતાવરણમાં તરત જ ઠંડક પ્રસરી ગઈ હતી.
બપોર સુધી તીવ્ર તડકામાં તપેલા અમદાવાદમાં મોડી સાંજે પવનની દિશા બદલાતા આકાશ ઘેરા વાદળોથી છવાઈ ગયું હતું. પ્રહલાદનગરમાં એક વૃક્ષ વીજળીના થાંભલા પર પડતા થાંભલો ધરાશાયી થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી છાંટા પડતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. મોડી સાંજે એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, બોપલ, શીલજ અને શ્યામલ જેવા પશ્ચિમના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ. અચાનક તેજ પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણ સુમેળભર્યું બની ગયું. બાદમાં આ વરસાદી માહોલ ધીમે ધીમે શહેરના અન્ય પશ્ચિમ વિસ્તારોમાં ફેલાયો. ખાસ કરીને સેટેલાઈટ, ઈસ્કોન અને બોપલમાં પવન સાથે તેજ ઝાપટાં નોંધાયા.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
