<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી : શનિ- રવિવારે કાળઝાળ ગરમી વચ્ચે મતદાન યોજાશે

અમરેલી અને ભાવનગર તેમજ ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ થઈ શકે:વલસાડ અને દમણમાં પણ વરસાદની શક્યતા: શનિવાર અને રવિવારે તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે

અમદાવાદ :દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માવઠાની શક્યતાઓ વચ્ચે ગરમીમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 26 એપ્રિલે તાપમાન 43 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. આકરી ગરમીની વચ્ચે મતદાન યોજાશે. મતદારોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ થઈ શકે છે. વલસાડ અને દમણમાં પણ વરસાદની શક્યતાઓ છે. દાદરા અને નગર હવેલીમાં પણ માવઠું થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ વરસાદની શક્યતા છે. અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.

 

(11:32 AM IST)