<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

અમદાવાદમાં ખોદાયેલા ખાડા 7 દિવસમાં પૂરી દેવા તાકીદ : હવે નવા ખાડા ખોદવાની પરવાનગી નહીં

કોઈપણ ખાડો સાત દિવસ બાદ ખુલ્લો ના રહે તેવી તાકીદ કરાઈ

અમદાવાદમાં ચોમાસાના સમયે ખોદાયેલા ખાડા ગણતરીના દિવસોમાં પુરાઈ જશે. કામ થયું હોય કે ન થયું હોય સાત દિવસમાં ખાડા પૂરી દેવા સૂચના આપી દેવામાં આવી છે. શહેરમાં રહેલા ખાડા સાત દિવસમાં પુરવા સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદ કરાઈ છે  સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ સૂચના આપવામાં આવી છે. કોઈપણ ખાડો સાત દિવસ બાદ ખુલ્લો ના રહે તેવી તાકીદ કરાઈ છે. આજથી એક પણ ખાડા ખોદવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં.

(7:42 PM IST)