તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
વડોદરા શહેર પોલીસ દ્વારા ગુનાખોરી અટકાવવા વિશેષ કામગીરી : આરોપીઓના ડોઝિયર અને હિસ્ટ્રીશીટની પણ તપાસ
મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત અગાઉ વિવિધ ગુનાઓમાં પકડાયેલા શખ્સોને બોલાવવામાં આવ્યા

વડોદરા શહેરમાં ગુનાખોરી અટકાવવા પોલીસ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત અગાઉ વિવિધ ગુનાઓમાં પકડાયેલા શખ્સોને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવાની સાથે તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને અગાઉના ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓના ડોઝિયર અને હિસ્ટ્રીશીટની પણ તપાસ કરી હતી. સાથે જ તમામ શખ્સોને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને કાયદાનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. ફરી કોઈ ગુનામાં સંડોવાવું નહીં તે અંગે માર્ગદર્શન આપીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે આ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
