તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Thursday, 5th November 2026
વડોદરા :બેંક ઓફ ઈન્ડિયાનું નવું પેન્શન કાર્ડ આપવાના કાળમુખા બહાને સાઈબર ઠગોએ એક નિવૃત્ત કર્મચારીને પોતાની જાળમાં ફસાવીને તેમની આખી જિંદગીની મહેનતની કમાણી પર સીધો પ્રહાર કર્યો છે: માત્ર પળવારમાં એક પછી એક પૂરા ૬ બેન્ક ખાતાઓમાંથી રૂા. ૧૮.૭૪ લાખની મસમોટી રકમ વગે કરી દેતાં સમગ્ર પંથકમાં મચી ગઈ અરેરાટી
નિવૃત્ત કર્મચારીની આખી જિંદગીની પૂંજી ક્ષણભરમાં સાફ:૬ બેંક એકાઉન્ટ્સમાંથી ૧૮.૭૪ લાખ ઉપડી જતાં પીડિત વડીલ અને તેમના પરિવારના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરા: નિવૃત્ત કર્મચારીઓ અને સીનિયર સિટિઝનોને નિશાન બનાવતી સાઈબર માફિયાઓની એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ગરમાગરમ મોડસ ઓપરેન્ડી સામે આવી છે! બેંક ઓફ ઈન્ડિયાના અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને કાળમુખા ઠગોએ એક નિવૃત્ત કર્મચારીનો સંપર્ક કર્યો હતો. ઠગોએ તેમને વિશ્વાસમાં લઈને લાલચ આપી હતી કે તેમનું નવું 'પેન્શન કાર્ડ' ઈશ્યૂ થઈ ગયું છે અને તે પ્રોસેસ કરવા માટે મોબાઈલ પર વિગતો અપડેટ કરવી પડશે.
નિઝામપુરામાં રહેતા મહેન્દ્રકુમારે પોલીસને કહ્યું છે કે,તા.૩૦મી જૂને સોશ્યલ મીડિયા પર બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી માટે પેન્શન કાર્ડની જાહેરાત જોઇને મેં લિન્ક ક્લિક કરતાં મારી પાસે વિગતો ભરાવવામાં આવી હતી.
ત્યારબાદ તા.૧લી જુલાઇએ મારી સાથે વોટ્સએપ ઉપર વાત કરવામાં આવી હતી અને બીઓઆઇ પેન્શનકાર્ડ વેરિફિકેશન એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી.વોટ્સએપ ઉપર મારી સાથે ફરી વાત કરનાર વ્યક્તિએ તમે કાર્ડ માટે એપ્લાય કર્યું છે કે કેમ તેમ પૂછતાં મેં હા કહ્યું હતું,અને મારી પાસે ફરીથી એપ ઇન્સ્ટોલ કરાવી હતી.
નિવૃત્ત કર્મચારીએ કહ્યું છે કે ત્યારબાદ મને ફોન ચાલુ રખાવી તમારું કામ ચાલુ છે તેમ કહીને એલાઉનું ઓપ્શન દબાવવા માટે આગ્રહ રાખ્યો હતો.ત્યારબાદ મારી પત્નીના ખાતામાંથી રૃ.૪હજાર ઉપડતાં શંકા થઇ હતી અને બેન્કમાં જઇ તપાસ કરતાં અમારા છ બેન્ક એકાઉન્ટ તેમજ ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૃ.૧૮.૭૪લાખ ઉપડી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
