<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

વડોદરા ડેપ્યુટી મ્યુન્સીપલ કમિશનર ગંગા સિંગની નર્મદા કલેક્ટર તરીકે બદલી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. એકસાથે 72 IAS અધિકારીઓની બદલીના આદેશ થયા હોય આ બદલીઓમાં અનેક જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી તંત્રમાં આ વાત ચર્ચામાં રહી છે.
આ બદલીઓમાં નર્મદા કલેક્ટર તરીકે વડોદરા ડેપ્યુટી મ્યુન્સીપલ કમિશનર ગંગા સિંગની બદલી નર્મદામાં કરવામાં આવી છે, અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને ભવ્ય વર્માને અમદાવાદના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટર તરીકે તેજસ પરમારની વરણી કરવામાં આવી છે. જામનગરના કમિશનર ડી.એન. મોદીને હવે ગાંધીનગરના વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ છે, જ્યારે જે.એસ. પ્રજાપતિ ગાંધીનગરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ રાજ્યના વહીવટી તંત્ર માં મોટા ફેરફાર થયા છે. અને કુલ 72 જેવા અધિકારીઓ ની બદલી કરવામાં આવી છે.

(10:55 PM IST)