તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
વડોદરા મહા સફાઇ અભિયાનનું કૈલાશ ખેરના લાઇવ કોન્સર્ટ સાથે સમાપન

રાજકોટ તા. ૧૧ :.. વડોદરામાં વડાપ્રધાનની મુલાકાતની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે યોજાયેલા સાત દિવસના ‘મહાસફાઈ અભિયાન'નું સફળતાપૂર્વક સમાપન થયું હતું.
આ અભિયાનના ભાગરૂપે ટેક્રોલોજી કોલેજ (બદામડી બાગ)થી સુરસાગર સુધી વિશાળ સ્વચ્છતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા દ્વારા સ્વચ્છતા અને નાગરિકોની સક્રિય ભાગીદારીનો સંદેશ વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. પદયાત્રામાં નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ, વીએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અંદાજે ૨,૫૦૦ લોકોએ ભાગ લીધો હતો.
પદયાત્રામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને મુખ્ય દંડક શ્રી બાલકળષ્ણ શુક્લ જોડાયા હતા. ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ (આઈએએસ), ડેપ્યુટી મેયર શ્રી આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન શ્રીમતી વર્ષાબેન વ્યાસ સહિત અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો.
સાત દિવસ સુધી ચાલેલા આ અભિયાનનું સુરસાગર તળાવ ખાતે વિશેષ સાંસ્કળતિક કાર્યક્રમ સ્વચ્છતાગ્રહિનું સમર્પણ, શિવજીને અર્પણ સાથે સમાપન થયું હતું. ‘નમો ફોર વિકસિત ભારત પદયાત્રા' બાદ યોજાયેલા આ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે જાણીતા ગાયક કૈલાશ ખેરે લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું, જેને અંદાજે ૭,૦૦૦ લોકોએ માણ્યું હતું.
આ સાંજ દરમિયાન વડોદરાને સ્વચ્છ રાખવા અને સમુદાયમાં સ્વચ્છતા અંગે જાગળતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા સ્વચ્છતા દૂતોના કાર્યને પણ બિરદાવવામાં આવ્યું હતું. સ્વચ્છ શહેરના નિર્માણમાં વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રયાસોની શક્તિને સ્વીકારતાં તેમના યોગદાનનું સન્માન કરવામાં આવ્યું હતું.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
