<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

વડોદરાના પીઆઇ કિરીટ લાઠીયાનું પોલિસ કમિશ્‍નર નરસિંહમા કોમાર દ્વારા બહુમાન

સાયનટીફીક રિપોર્ટ સાથે મજબૂત પુરાવા દ્વારા પોક્‍સોના આરોપીને ૨૦ વર્ષની સજા કરાવનાર અધિકારીને રોકડ ઇનામ સાથે પ્રસંશાપત્ર આપી સીપી અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા કદર : વિવિધ ગુનેગારોની રાજકોટમાં આગવી ઢબે સરભરા કરવા માટે ખુબ જાણીતા બનેલ

રાજકોટ, તા.ર૯: પોક્‍સો એક્‍ટ સહીત ભારતીય નિયાય સંહિતાના ગંભીર ગુન્‍હાના આરોપી વિરુદ્ધ  મજબૂત પુરાવાની વૈજ્ઞાનિક પુરાવા સાથે સાંકળ ગુથી વડોદરાના આરોપી  અશોક પરમારને  અન્‍ય કોઈ આ પ્રકારનો ગુન્‍હો કરતા કાપી ઉઠે તે પ્રકારે ખૂબ જહેમત ઉઠાવી સજા કરાવનાર વડોદરાના પોલિસ ઇન્‍સપેકટર કીરીટ લાઠિયા ટીમનું વડોદરા પોલિસ કમિશ્‍નર નરસિંહમાં કોમાર દ્વારા રોકડ હજારના ઇનામ સાથે પ્રસંશાપત્ર આપી બહુમાન કરેલ. જે વિગત આ મુજ્‍બ છે.

 અત્રે યાદ રહે કે પીઆઇ કિરીટ લાઠીયાએ રાજ્‍કોટના કાર્યકાળ દરમિયાન સંખ્‍યાબંધ નામચીન લોકોની આગવી રીતે સરભરા કરી હતી. સ્‍ટેટ મોનિટરીગ સેલના કાર્યકાળ દરમિયાન પોલિસ ઉપર હુમલા કરવાની ટેવ ધરાવતા લોકોએ હુમલો કરવાની ભૂલ કરતા હિમતપૂર્વક ફાયરિંગ કરેલ, બરોડામાં રાષ્‍ટ્રીય લેવલના મીડિયા  હાઉસ દ્વારા બહુમાંન થયેલ.

હોદો           અધિકારી/પોલીસ કર્મચારીનું નામ           આખરી હુકમ

એસીપી               શ્રી આર.ડી. કવા                       પ્રશંસાપત્ર

પીઆઇ                શ્રી કે.એન. લાઠીયા                    રૂા. પ૦૦૦/- સીએન

એએસઆઇ    કલ્‍યાણસિંહ  લાલાભાઇ બ.નં. રપ૯   ૧પ૦૦૦/- અને જીએસટી

એચસી                ભરતભાઇ સઘાભાઇ બ.નં. ૧૯૭૫૬   રૂા. ૧૩૦૦૦/- અને જીએસટી

(2:11 PM IST)