તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
વડોદરા શૈક્ષિક સંઘ દ્વારા ટેટ (TET) પરીક્ષાના મુદ્દે આંદોલનના માર્ગે
કાળા કાયદાના વિરોધમાં રાજ્યના ૨૨ જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા વિશાળ ધરણા પ્રદર્શનો યોજવામાં આવ્યા

વડોદરા શૈક્ષિક સંઘ દ્વારા ટેટ (TET) પરીક્ષાના મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે, જેમાં વર્ષ ૨૦૧૦ પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવાયો છે. આ કાળા કાયદાના વિરોધમાં રાજ્યના ૨૨ જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા વિશાળ ધરણા પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા, જેમાં વડોદરા સહિત વિવિધ જિલ્લા પંચાયત કચેરીઓ ખાતે શિક્ષકોએ બેનરો અને સુત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આટલા વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય સેવાઓ આપ્યા બાદ હવે આ ઉંમરે પરીક્ષા આપવી તે તદ્દન અયોગ્ય અને અન્યાયી હોવાનું શિક્ષકોનું સ્પષ્ટ માનવું છે. આ મામલે શિક્ષક સંઘ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પણ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં આગામી ચોમાસુ સત્ર (મોન્સૂન સત્ર) દરમિયાન કાયદામાં યોગ્ય સુધારો લાવીને ૨૦૧૦ પહેલાના તમામ શિક્ષકોને TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરવામાં આવી છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
