News of Wednesday, 6th May 2026
વડોદરા SOG એ સૌરાષ્ટ્રથી રાજસ્થાન સુધી બનાવટી નોટોનુ ષડયંત્ર ખોલ્યું
દેશના અર્થતંત્રને ડામાડોળ કરતા કાવતરાની આશંકાના આધારે સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા સોંપીએ આખી તપાસ પોતાના સુપરવિઝન હેઠળ SOG Pi બી ડી. જતીયા ટીમને સુપ્રત કરી અને આખી ચેન છિન્નભિન્ન કરી નાખી : સાગર, નિસર્ગ, ધનુષ, ભાવેશ, તીર્થ અક્ષય વિગેરે સકંજામાં લેવાયાઃ મનોહર ઉર્ફે મુન્નાને પકડવા માટે વિશેષ ટીમોના રાજસ્થાનમાં ધામાઃ મોટો ધડાકો

રાજકોટ, તા.૬: સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરાના પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર અને જોઇન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી જતિયાના નેતળત્વ નીચે વડોદરા એસઓજી ટીમ દ્વારા બનાવટી ચલણી નોટની આખી ચેન તોડી મૂળ સુધી પહોંચવામાં અને સૌરાષ્ટ્ર કનેક્શન ખોલવામાં મોટી સફળતા મળી છે.
સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ વડોદરાની HDFC બેંકના ડિપોઝિટ મશીનમાં રૂપિયા ૫૦૦/ ના દરની બનાવટી ૨૦ નોટો જમા થયાનું બેન્ક ચકાસણીમાં ખુલતા આ બાબતે પોલીસ ફરિયાદ થયેલ. વડોદરા શહેરમાં બનતા બનાવો અંગે રોજ ર્મોનિંગ રિપોર્ટ મંગાવી સીબીઆઇ પદ્ધતિથી બારીકીથી ચકાસણી કરતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારને સમજતા વાર ન લાગી કે આ કોઈ સામાન્ય ઘટના નહિ, મોટું રેકેટ છે, દેશના અર્થતંત્રને ડામાડોળ કરવાના આ કાવતરાના તાર ખીલવાની જવાબદારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી . જતીયા સાથે તાકીદે ચર્ચા કરી તપાસની દિશા અંગે યોગ્ય માર્ગદર્શન આપી SOG ને મેદાને ઉતારી.
જેમના દ્વારા આ રકમ જમા થયેલ તેમની ટેકનિકલ સર્વેલેન્સ વિગેરે વલસાડ પંથકના સાગર મારુને સકંજામાં લેવાયેલ. તેની પૂછપરછમાં આ નોટો માટે નિસર્ગ પટેલનું નામા ખુલતા તેની અટક કરી, કેટલીક નોટો કબજે કરેલ. આગળની પૂછપરછમાં ધનુષ સુધી પોહચી તેની પાસેથી નોટો કબજે કરવામાં આવેલ.
આખી તપાસની તમામ બાબતો અંગે અવિરત માહિતગાર રહેતા પોલીસ કમિશનરની સૂચના મુજબ દોર આગળ વધાર્યો.
ઉપરોક્ત આરોપી પાસેથી મુદામાલની નોટો કબજે કરી તેમને સાથે રાખી બીજા બે આરોપીઓ ભાવેશ અને તીર્થ સુધી પહોંચી મુદામાલ સાથે ઝડપી લીધેલ.
આ તમામની આગવી ઢબે પૂછપરછ કરતાં આખી લિંક રાજસ્થાન સુધી પોહચી અને SOG પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. જતીયા ટીમ દ્વારા અક્ષય ગોયલ અને મુન્ના ઉર્ફ મુન્નાને રાજસ્થાનથી દબોચી લીધેલ.તમને કોર્ટમાં રજૂ કરી વિશેષ તપાસ ચાલી રહી છે.
આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલઃ (૧) ભારતીય બનાવટની ડુપ્લીકેટ ચલણી નોટો નંગ- ૮૫, કિ. ૦૦/૦૦ (૨) રોકડા રૂપિયા, ૨,૨૭,૫૦૦/- (૩) હુન્ડાઇ કંપનીની ક્રેટા ફોર વ્હીલર ગાડી નં. GJ ૧૫ CP ૦૦૦૮, કિ. રૂ. ૮,૦૦,૦૦૦/- (૪) મોબાઇલ ફોન-૦૫, કિ.રૂ.૧,૬૨,૦૦૦/- મળી કુલ રુા.૧૧.૮૯,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર એસ.ઓ.જી.ના અધિકારી/કર્મચારીઓઃ (૧)પો.ઇન્સ.શ્રી બી.ડી.જીતીયા (૨) પો.સ.ઇ. આર.એચ.સીદી (૩) એ.એસ.આઇ જયેન્દ્રસિંહ ભીમસિંહ (૪) એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ ગણપતસિંહ (૫) એ.એસ.આઇ આસિફઇકબાલ મહંમદઅલી (૬) એ.એસ.આઇ જીતેન્દ્ર શંકરલાલ (૭) અ.હે.કો. પુષ્પરાજસિંહ જયેંદ્રસિંહ (૮) અ.હે.કો. વિક્રમસિંહ પ્રવિણસિંહ.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
