તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
વડોદરા વોર્ડ નં- 15 ના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની દારૂના કેસમાં અમદાવાદમાં ધરપકડ
સંખેડા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી કરવાનો ગુન્હો :ગાડીના ડ્રાઇવર પ્રમોદ પાંડેએ કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો વડોદરાના આશિષ જોશીએ મંગાવ્યો હતો

વડોદરાના વોર્ડ નંબર 15 ના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશી સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી કરવા સબબ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એ અનુસંધાને અમદાવાદમાં ધરપકડ કરાઈ છે
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદુરપુર પાસે પોલીસે નંબર પ્લેટ વગરની ઇકો ગાડીમાંથી રૂ. 3.96 લાખની કિંમતની 299 બોટલ (25 પેટી) વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા ગાડીના ડ્રાઇવર પ્રમોદ પાંડેએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો વડોદરાના આશિષ જોશીએ મંગાવ્યો હતો અને તેમને જ ડિલિવરી આપવાની હતી. આ આધારે પોલીસે FIR માં આશિષ જોશીનું નામ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આશિષ જોશીએ આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ચૂંટણીમાં તેમને હરાવવા માટે સત્તાધારી પક્ષના નેતાઓ અને ડભોઇના ધારાસભ્ય દ્વારા રાજકીય દ્વેષભાવથી ખોટી ફરિયાદમાં ફસાવવાનું આ મોટું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. તેમણે પોતાના કોલ લોગ્સના પુરાવા આપીને આ કોલ માત્ર બદઈરાદાપૂર્વક કરાયો હોવાનો દાવો કર્યો છે.
(1:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
