તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઇની મુલાકાત પૂર્વે વડોદરાને ચોખ્ખુ ચણાક બનાવી દેવાયું

રાજકોટ, તા. ૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી વડોદરા પ્રવાસ અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી) દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સ્વચ્છતા અને પર્યાવરણ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાનમાં હજારો સ્થાનિક રહીશો, સફાઈકર્મીઓ, સરકારી અધિકારીઓ, નેતાઓઉપરાંત વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વડાપ્રધાનની મુલાકાત માટે ગુજરાત સરકારના વિશેષઁસ્વચ્છતા સે સ્વાગતઁ અભિયાન હેઠળ આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાહેર સ્થળો, તળાવો, બગીચાઓ, આરોગ્ય અને બાળ સંભાળ કેન્દ્રો, ઐતિહાસિક વારસાગત સ્થળો તથા જળાશયો અને શહેરના અન્ય સ્થળોની સ્વચ્છતા અને જાળવણી પર વિશેષ ભાર મુકાયો છે. ૧થી ૪સપ્ટેમ્બર દરમિયાન ચાલેલા આ અભિયાનમાં સમગ્ર શહેરમાંથી લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આંગણવાડી કેન્દ્રો, યુપીએચલીઅને અન્ય સ્થળોએ આશરે ૨,૪૦૦જેટલા છોડનું વાવેતર અને વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ અભિયાનનો હેતુ માત્ર જાહેર સ્થળોની સફાઈ કરવા પૂરતો સીમિત નહોતો. તેનો ઉદ્દેશ શહેરની સાર્વજનિક, કુદરતી અને સાંસ્કળતિક વિરાસતોની જાળવણીના મહત્વ અંગે નાગરિકોમાં વધુ જાગળતિ લાવવાનોતથા તેમની ભાગીદારી વધારવાનો પણ હતો.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
