તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ડાકોરમાં મંદિર બનાવવાના નામે ₹1.25 કરોડની ઠગાઈના મામલે વડતાલ મંદિરે હાથ ખંખેર્યા:કહ્યું બંને સંતો વડતાલમાં રજિસ્ટર્ડ નથી
રાજકોટના એક નિવૃત્ત સરકારી અધિકારીએ માધવપ્રિય ઉર્ફે એમ.પી. સ્વામી અને દર્શનપ્રકાશ ઉર્ફે ડી.પી. સ્વામી સામે ₹1.25 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે

ડાકોરમાં મંદિર બનાવવાના નામે ₹1.25 કરોડની ઠગાઈના મામલે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. મંદિર તરફથી જણાવાયું છે કે એમ.પી. સ્વામી અને ડી.પી. સ્વામી સાથે વડતાલ સંસ્થાને કોઈ સંબંધ નથી. બંને સંતો વડતાલમાં રજિસ્ટર્ડ ન હોવાનું અને સંસ્થા સાથે કોઈ અધિકૃત જોડાણ ન હોવાનું સ્પષ્ટ કરાયું છે.
મહત્વનું છે કે રાજકોટના એક નિવૃત્ત સરકારી અધિકારીએ માધવપ્રિય ઉર્ફે એમ.પી. સ્વામી અને દર્શનપ્રકાશ ઉર્ફે ડી.પી. સ્વામી સામે ₹1.25 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ડાકોરમાં મંદિર બનાવવા જમીનમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી ઠગાઈ કર્યાનો આરોપ છે. આ મામલે વડતાલ સંસ્થાએ લોકોને મંદિરના નામે થતી આવી છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરી છે
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
