તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ભારે વરસાદે કારણે વલસાડના હાલ બેહાલ:મુંબઈ-અમદાવાદ હાઈવે બંધ હોવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી
મુંબઈ-અમદાવાદ હાઈવે પર ઉમરગામ તાલુકાનાં ભીલાડ પાસે દારોઠા નદીનુ પાણી ફરી વળતાં બને તરફ઼ ના વાહનોના પૈંડા થેભી ગયા

ભારે વરસાદે કારણે વલસાડના હાલ બેહાલ છે. મુંબઈ-અમદાવાદ હાઈવે બંધ હોવાના કારણે વાહનો ની લાંબી કતારો લાગી છે. ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ બાદ હજી ગામડાઓમાં અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે.. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ઉમરગામ તાલુકાનાં ભીલાડ પાસે દારોઠા નદીનુ પાણી ફરી વળતાં બને તરફ઼ ના વાહનોના પૈંડા થેભી ગયા. જેના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ જતા વાહનો અટવાયા હતા. મધુબન ડેમનુ પાણી અને સાર્વત્રિક વરસાદ ના કારણે પાણી નુ જોર વધી જતા હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાંથી આવતું પાણી મુશ્કેલી વધારી રહ્યું છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
