<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

વાપી ૮.૫, કામરેજ, પારડી અને ઉમરગામ ૬.૫ ઇંચ, નાનાપોંઢા અને કપરાડા ૬ ઇંચ, સુરત સિટી અને વલસાડમાં ૫.૫ ઇંચ

પ-પ સિસ્‍ટમ્‍સ સક્રિયઃ નવસારી, વલસાડ અને ડાંગ પંથકમાં ભારે વરસાદ : સુરત જીલ્‍લા ની અને સંઘ પ્રદેશ ના દમણ અને દાદરા નગર હવેલીની શાળાઓમાં રજા જાહેર કરાઈઃ વાપીમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાઃ દુકાનો, મકાનોમાં પાણી ઘુસતા ભારે નુકસાનઃ સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : ગુજરાત ઉપર એકસાથે પ-પ સીસ્‍ટમ્‍સ સક્રિય થતા નવસારી, વલસાડ, ડાંગ અને સુરત પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે. ઓછા સમયમાં વધુ માત્રામાં વરસાદ તૂટી પડતા રોડ, રસ્‍તા ઉપર પાણી ફરી વળ્‍યા હતા, ગરનાળા ઓ જામ થઈ ગયા હતા, દુકાનો અને મકાનોમાં પાણી ફરી વળતા ભારે નુકસાની થવા પામી છે, હજુ પણ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને લઇને સુરત, નવસારી અને વલસાડ પંથકમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે, તંત્ર દ્વારા શાળા ઓ માં રજા જાહેર કરવામાં આવી છે.

ફલડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો... વલસાડ જિલ્‍લોઃ વાપી  ૨૧૮, પારડી  ૧૬૧, ઉમરગામ  ૧૫૯, નાનાપોંઢા  ૧૫૦, કપરાડા  ૧૪૭, વલસાડ  ૧૩૪, ધરમપુર  ૯૨.

સુરત જિલ્‍લોઃ કામરેજ  ૧૬૪, સુરત શહેર  ૧૩૭, માંગરોળ  ૭૦, અંબિકા  ૬૬, પલસાણા  ૫૫, મહુવા  ૫૩, ઓલપાડ  ૫૦, ચોર્યાસી  ૫૦, બારડોલી  ૪૮, ઉમરપાડા  ૪૦, માંડવી  ૯.

નવસારી જિલ્‍લોઃ ખેરગામ  ૧૨૪, ગણદેવી  ૭૫, નવસારી  ૭૧, ચીખલી  ૬૦, જલાલપોર  ૫૩, વાંસદા  ૪૧.

વડોદરા જિલ્‍લોઃ સિનોર  ૯૯, ડભોઈ  ૯૦, પાદરા  ૬૩, વડોદરા  ૫૯, કરજણ  ૫૦, વાઘોડિયા  ૪૭, દેસર  ૨૦, સાવલી  ૧૪.

તાપી જિલ્‍લોઃ ડોલવણ  ૯૪, વાલોડ  ૫૬, ઉકાઈ  ૪૯, વ્‍યારા  ૩૭, સોનગઢ  ૨૩, ઉચ્‍છલ  ૨૧, નિઝર  ૧૫, કુકરમુંડા  ૮.

ભરૂચ જિલ્‍લોઃ વાગરા  ૭૮, વાલિયા  ૬૩, અંકલેશ્વર  ૫૦, ઝઘડિયા  ૪૩, ભરૂચ  ૩૮, નેત્રંગ  ૩૪, હાંસોટ  ૩૨, આમોદ  ૧૫, જામ્‍બુસર  ૮.

નર્મદા જિલ્‍લોઃ સાગબારા  ૭૯, ચીકડા  ૫૩, નાંદોદ  ૪૩, તિલકવાડા  ૨૦, ડેડીયાપાડા  ૧૧, ગરુડેશ્વર  ૨.

છોટાઉદેપુર જિલ્‍લોઃ બોડેલી  ૮૭, કડવાલ  ૫૦, નસવાડી  ૪૧, જેટપુર પાવી  ૨૭, સંખેડા  ૨૧, કવાંટ  ૨૧, છોટાઉદેપુર  ૨૦.

ડાંગ જિલ્‍લોઃ આહવા  ૬૧, વઘઈ  ૫૭, સુબીર  ૩૦

પાટણ જિલ્‍લોઃ રાધનપુર  ૧૦૭, શંખેશ્વર  ૪૦, સંતલપુર  ૨૭, હારીજ  ૧૭, સામી  ૧૧.

મહીસાગર જિલ્‍લોઃ ખાનપુર  ૯૮, કોઠંબા  ૪૯, કદાણા  ૩૫, લુણાવાડા  ૨૯, સંતરામપુર  ૨૪, બાલાસિનોર  ૨૧, વીરપુર  ૩૮.

દાહોદ જિલ્‍લોઃ લીમખેડા  ૩૬, દેવગઢ બારિયા  ૧૬, ગોવિદ ગુરુ લીમડી  ૧૨, ઝાલોદ  ૧૧, સિગવડ  ૧૧, સંજેલી  ૧૦, દાહોદ  ૮.

પંચમહાલ જિલ્‍લોઃ ગોધરા  ૪૩, ઘોઘંબા  ૩૭, હાલોલ  ૩૪, કાલોલ  ૨૧, મોરવા (હડફ)  ૧૧.

ખેડા જિલ્‍લોઃ કપડવંજ  ૪૦, ગળતેશ્વર  ૩૦, કઠલાલ  ૧૯, મહુધા  ૧૨, ફાગવેલ  ૧૦, ઠાસરા  ૮, ખેડા  ૬, નડિયાદ  ૬.

અમદાવાદ જિલ્‍લોઃ ધંધુકા  ૫૫, સાનંદ  ૫૦, ધોળકા  ૧૧, માંડલ  ૧૩, અમદાવાદ શહેર  ૬, બાવળા  ૫.

અરવલ્‍લી જિલ્‍લોઃ સાઠંબા  ૨૪, ભિલોડા  ૧૮, માલપુર  ૧૩, મોડાસા  ૧૨, ધનસુરા  ૧૧, મેઘરજ  ૫, શામળાજી  ૩, બાયડ  ૩.

સાબરકાંઠા જિલ્‍લોઃ તલોદ  ૪૩, પોશીના  ૩૩, પ્રાંતિજ  ૧૨, હિમતનગર  ૪, ખેડબ્રહ્મા  ૩, વડાલી  ૩, ઈડર  ૧.

બનાસકાંઠા જિલ્‍લોઃ ધાનેરા  ૯, હડાદ  ૬, કાંકરેજ  ૩, વડગામ  ૨, દાંતા  ૨, પાલનપુર  ૨, અમીરગઢ  ૧.

ગાંધીનગર જિલ્‍લોઃ દહેગામ  ૭, ગાંધીનગર  ૫, માણસા  ૫ મીમી વરસાદ નોંધાયો છે.

(3:50 PM IST)