<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

વાપી :₹5 કરોડની ખંડણી અને હુમલાના કેસમાં મુખ્ય આરોપીએ ફાયરિંગ કર્યું : પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરતાં આરોપીના પગમાં ગોળી વાગી

ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે વાપીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો: વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા

ઔદ્યોગિક નગરી વાપીમાં અભિષેક જ્વેલર્સના માલિકના ભાઈ પર પાંચ કરોડ રૂપિયાની ખંડણી માટે જીવલેણ હુમલો કરવાના કેસમાં પોલીસના હાથે ઝડપાયેલા મુખ્ય આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસ જાપ્તામાં રહેલા આરોપીએ પોલીસ વાહનના ડ્રાઇવરને હાથકડી વડે ગળે ટૂંપો આપવાની સાથે પોલીસ પર હુમલો કરી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આથી પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે વાપીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને પગલે વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

(11:41 PM IST)