<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

રવિવારે ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ મહત્વની ભરતી પરીક્ષા યોજાશે :રાજ્યભરમાંથી કુલ 75,487 ઉમેદવારો ભાગ લેશે

દિવ્યાંગ ઉમેદવારો સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે સેન્ટરો પર અલગ-અલગ વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી

અમદાવાદ : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી રવિવારે વિવિધ મહત્વની ભરતી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે ગુજરાત વહીવટી સેવા, એકાઉન્ટ ઓફિસર (વર્ગ-2) અને આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ (ACF - વર્ગ-1)ની પરીક્ષાઓ યોજાશે. રવિવારે સવારે 11:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન યોજાનારી આ પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 75,487 ઉમેદવારો ભાગ લેવાના છે. પરીક્ષાને લઈને આયોગ દ્વારા તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે સેન્ટરો પર અલગ-અલગ વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને તેમના માટે નિયમોમાં પણ જરૂરી સાનુકૂળ ફેરફારો કરવામાં આવ્યા છે.

(11:24 PM IST)